Saturday, January 18, 2025
Homeપ્રાંતિજ : જેસીબી ના ડ્રાઈવર ને અજાણ્યા વાહને ટક્કર મારતા ...
Array

પ્રાંતિજ : જેસીબી ના ડ્રાઈવર ને અજાણ્યા વાહને ટક્કર મારતા ધટના સ્થળે મોત

- Advertisement -

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના કમાલપુર પાસેરાત્રીના સમયે જેસીબી મશીન પાછળ ખાટલો મા સુઈ ગયેલ જેસીબી ના દ્વાયવર ને અજાણ્યા વાહને ટક્કર મારી ધટના સ્થળે મોત નિપજાવી વાહન ચાલક વાહન સાથે ભાંગી ગયો તો પ્રાંતિજ પોલીસે અકસ્માત ની જાણ થતાં ધટના સ્થળે જઈ મૃતક ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમઅર્થે મોકલી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનોનોધી તપાસ હાથધરી .

 

 

 

 પ્રાંતિજ ના કમાલપુર ખાતે રોડ ના કામને લઈને જેસીબી મશીન નો દ્વાયવર રાત્રીના સમયે સર્વિસરોડ ઉપર કામ પ્રતાવી ને સર્વિસ રોડ ઉપર જ રોડ ની સાઇડમાં જેસીબી મશીન બંધ કરી જેસીબી મશીન પાસે ખાટલામાંસુઈ ગયો હતો અને રાત્રી ના અંદાજે ત્રણ વાગ્યા ની આસપાસ કોઇ અજાણ્યો વાહન ચાલક પોતાના કબજા નુ વાહન ફુલફાસ્ટ હંકારી લાવી મીઠી નિંદ્રા માણી રહેલ જેસીબી નો દ્વાયવર દિલીપકુમાર મથુરા પટેલ રહે .કોહલા તાલુકો-ટુગડી જીલ્લો-શીગરોલી મધ્ય પ્રદેશ ઉ.વર્ષ-૨૮ નાને ટક્કર મારી તેના માથાના ભાગે ઉપર ટાયર ફરીવળતા ખોપરી ફાટી ગઇ હતી તો નિંદ્રા મા જ જેસીબી ના દ્વાયવર નું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તો અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇને ધટના સ્થળે થી ભાગી ગયો હતો તો અકસ્માત અંગે ની જાણ પ્રાંતિજ પોલીસ ને થતાં પ્રાંતિજ પોલીસ કોન્સ્ટેબલ દેવજીભાઇ ધટના સ્થળે દોડી આવી આગળ ની કાર્યવાહી હાથધરી હતી અને મૃતક યુવક જેસીબી ના દ્વાયવર ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમઅર્થે ખસેડવામાં આવ્યો હતો તો મૃતક નો ભાઇ રાજુ મથુરા પટેલ ની ફરીયાદ ને આધારે પોલીસે હાલતો અકસ્માત નો ગુનોનોધી અજાણ્યો વાહન ચાલક સહિત અજાણ્યા વાહન ની શોધખોળહાથધરી છે .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular