Tuesday, September 21, 2021
HomeJEE એડવાન્સ વિશે મહત્વની જાહેરાત, જાણો 19 મેને બદલે હવે ક્યારે લેવાશે...
Array

JEE એડવાન્સ વિશે મહત્વની જાહેરાત, જાણો 19 મેને બદલે હવે ક્યારે લેવાશે પરીક્ષા

આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ પરીક્ષાની તારીખમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને ફેરફાર કરવામા આવ્યો છે. ચૂંટણીને પગલે પરીક્ષા એક સપ્તાહ પાછી ઠેલવામા આવી છે અને જે અગાઉ ૧૯મેના રોજ લેવાનાર હતી તે ૨૭ મે કરવામા આવી છે.

લોકસભાની ચૂંટણીને લઈને અનેક પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવો પડયો છે.ચૂંટણી સમગ્ર દેશમાં વિવિધ સાત તબક્કામાં યોજાનાર હોવાથી અને કેટલાક તબક્કામાં રવિવારે જ મતદાન હોવાથી રવિવારે યોજાનારી રાષ્ટ્રીય પરીક્ષા ઓમાં ફેરફારો થયા છે.તો કેટલીક પરીક્ષાઓ ચૂંટણીને લઈને વહેલી કરાઈ છે તો કેટલીક પરીક્ષાઓ ચૂંટણીને લઈને મોડી કરવામા આવી છે. યુજી-ઈજનેરીમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈનની બીજા તબક્કાની પરીક્ષાઓ પણ ૨૦ એપ્રિલ સુધી યોજવાને બદલે ૧૨મી એપ્રિલ સુધીમાં પુરી કરી દેવામા આવનાર છે.જ્યારે જેઈઈ મેઈન પછીની પીજી ઈજનેરી માટેની અને દેશની વિવિધ આઈઆઈટી-એનઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ પરીક્ષા પણ ચૂંટણીને પગલે પાછી ઠેલાઈ છે.

આ વર્ષે આઈઆઈટી રૃરકી દ્વારા પરીક્ષા લેવામા આવનાર છે અને જેના દ્વારા પરીક્ષાની તારીખ અગાઉ ૧૯મે નક્કી કરવામા આવી હતી. પરંતુ ચૂંટણની તારીખો જાહેર થતા છેલ્લા અને સાતમા તબક્કામાં ૭ રાજ્યોમાં ચૂંટણી હોવાથી પરીક્ષાની તારીખ બદલીને ૨૭મી મે કરવામા આવી છે. જેઈઈ એડવાન્સ પરીક્ષા સવાર અને બપોરના એમ બે સેશનમાં લેવાશે જેમાં પેપર-૧ની પરીક્ષા સવારે અને પેપર -૨ની પરીક્ષા બપોરે લેવાશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments