Wednesday, September 29, 2021
HomeJEE 2021 : IITsમાં એડમિશન માટે 3 ઓક્ટોબરે JEE મેઈન્સની પરીક્ષા યોજાશે
Array

JEE 2021 : IITsમાં એડમિશન માટે 3 ઓક્ટોબરે JEE મેઈન્સની પરીક્ષા યોજાશે

દેશની વિવિધ IITsમાં એડમિશન માટે યોજાનારી JEE એડવાન્સ્ડ પરીક્ષા હવે 3 ઓક્ટોબરે યોજાશે. આ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. આ પહેલાં જુલાઈ મહિનામાં પરીક્ષા યોજાવાની હતી, પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે તે પાછી ઠેલાઈ હતી.

ધર્મેન્દ્ર પ્રધાને ટ્વીટ કર્યું
આ વિશે માહિતી આપતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, IITમાં એડમિશન માટે JEE (એડવાન્સ્ડ) 2021, 3 ઓક્ટોબર 2021એ યોજવામાં આવશે. આ પરીક્ષા તમામ કોરોના પ્રોટોકોલનું પાલન કરી આયોજન કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવશે.

JEE મેઈનના ત્રીજા ફેઝની પરીક્ષા પૂરી થઈ
કોરોનાની બીજી લહેરને કારણે JEE પરીક્ષાના શિડ્યુલ પણ બદલવામાં આવ્યા હતા. નવા શિડ્યુલ પ્રમાણે એપ્રિલ સેશનની પરીક્ષા 20થી 27 જુલાઈ દરમિયાન યોજાઈ ચૂકી છે. હવે મે સેશનની પરીક્ષા ઓગસ્ટ મહિનાની 26, 27 અને 31 તારીખ અને 1-2 સપ્ટેમ્બરે યોજાશે.

કોરોનાને કારણે આ વર્ષે JEE મેઈન 4 વખત યોજવામાં આવશે. તેમાંથી 3 ફેઝની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. આ સેસન્સમાંથી વિદ્યાર્થીઓ જે સેશનમાં સારું પ્રદર્શન કરશે તેના આધારે JEE એડવાન્સ્ડમાં તેઓ સામેલ થઈ શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments