જેઇઇ એડવાન્સ પરીક્ષા-2020નું પરિણામ જાહેર, અહીંયા જુઓ તમારો સ્કોર

0
0

ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન રૂડકી આજે જેઇઇ એડવાન્સ પરીક્ષા-2020નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે કુલ 1 લાખ 60 હજાર 831 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેઇઇ એડવાન્સની પરીક્ષાનું પરિણામ તેની સત્તાવાર વેબસાઈટ http://jeeadv.ac.in/ ઉપર જોઈ શકાશે. જેઇઇ એડવાન્સ પરીક્ષા-2020નું આયોજન સંયુક્ત નામાંકન બોર્ડ 2020 ના દિશા સૂચન મુજબ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

જેઇઇ એડવાન્સ પરીક્ષાનું આયોજન પ્રતિષ્ઠિત ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાનોમાં ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે સંયુક્ત પરીક્ષાનું બીજું ચરણ હોય છે. આ પરીક્ષાનું આયોજન સાત ઝોનલ આઇઆઇટી દ્વારા સંયુક્ત નામાંકન બોર્ડના દિશા નિર્દેશ મુજબ એક પછી એક યોજાય છે.

અહીંયા જુઓ રીઝલ્ટની ડાયરેક્ટ લિંક –  JEE Advanced Result 2020 Link

કોરોના મહામારીને કારણે બે વખત સ્થગિત કરવામાં આવેલી જેઇઇ એડવાન્સની પરીક્ષા આ વખતે 27 સપ્ટેમ્બરના રોજ લગભગ 222 શહેરો અને 1000 પરીક્ષા કેન્દ્રો પર બે શિફ્ટમાં લેવામાં આવી હતી. આઇઆઇટી દિલ્હીની તરફથી જાહેર ઓફિશિયલ આંકડા અનુસાર, આ વખતે જેઇઇ એડવાન્સ માટે એલિજિબલ કુલ 2.5 લાખ કેન્ડિડેટ્સમાંથી 1.60 લાખ (1,60,831) ઉમેદવારોએ તેના માટે અરજી કરી હતી. તેમજ પરીક્ષામાં રજિસ્ટર્ડ કેન્ડિડેટ્સમાંથી 96 ટકા પરીક્ષામાં સામેલ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here