Friday, September 17, 2021
HomeJEE Main 2021 : પરીક્ષામાં સામેલ ના થયેલા કેન્ડિડેટ્સ માટે NTAએ નવું...
Array

JEE Main 2021 : પરીક્ષામાં સામેલ ના થયેલા કેન્ડિડેટ્સ માટે NTAએ નવું શેડ્યુલ જાહેર કર્યું

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પૂર અને લોકડાઉનથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે JEE Main 2021ના ત્રીજા ફેઝની પરીક્ષાની શેડ્યુલ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારના કેન્ડિડેટ્સ માટે B.E/B.Techની પરીક્ષા હવે 3 અને 4 ઓગસ્ટના રોજ લેવામાં આવશે.

B.E/B.Techની પરીક્ષા હવે 3 અને 4 ઓગસ્ટના રોજ લેવામાં આવશે - Divya Bhaskar

25 અને 27 જુલાઈએ યોજાયેલી પરીક્ષામાં મહારાષ્ટ્રનાં કોલ્હાપુર, પાલઘર, રત્નાગિરિ, રાયગઢ, સિંધુદુર્ગ, સાંગલી અને સતારામાં હજારો કેન્ડિડેટ્સ એક્ઝામ સેન્ટર સુધી પહોંચી શક્યા નહોતા. આથી એજન્સીએ આ વિદ્યાર્થીઓ માટે બીજીવાર પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો.

એજન્સીએ એડમિટ કાર્ડ જાહેર કર્યું
એજન્સીએ પરીક્ષાનું શેડ્યુલ કરવાની સાથે ઓફિશિયલ વેબસાઈટ પર એડમિટ કાર્ડ પણ જાહેર કર્યું છે. જે કેન્ડિડેટ્સ પૂરને લીધે પરીક્ષામાં સામેલ થઈ શક્યા નહોતા, તેઓ નવા શેડ્યુલની એક્ઝામમાં સામેલ થઈ શકશે. વિદ્યાર્થીઓએ ઓફિશિયલ વેબસાઈટ પરથી તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું.

બેહરીનમાં 3, 4 અને 5 ઓગસ્ટના રોજ પરીક્ષા લેવાશે
આ ઉપરાંત NTAએ બેહરીનમાં લોકડાઉનને લીધે પરીક્ષા ના આપી શકેલા વિદ્યાર્થીઓ માટે પણ નવી તારીખોની જાહેરાત કરી છે. 23,24,25 અને 26 ફેબ્રુઆરીએ યોજાયેલી ફેઝ-1ની પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીઓ માટે પેપર-1 (BE/ B. Tech)ની પરીક્ષા 3 અને 4 ઓગસ્ટના રોજ લેવાશે. B. Arch./ B.પ્લાનિંગ માટે પેપર 2A અને 2Bની પરીક્ષા 5 ઓગસ્ટના રોજ લેવામાં આવશે.

કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. વધારે જાણકારી માટે 011 – 40759000 પર સંપર્ક કે jeemain@nta.ac.in પર ઈમેલ કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments