Friday, September 17, 2021
HomeJEE Main : વિદ્યાર્થીઓને સેશન-3ની પરીક્ષા માટે વધુ એક મોકો
Array

JEE Main : વિદ્યાર્થીઓને સેશન-3ની પરીક્ષા માટે વધુ એક મોકો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જાણકારી આપી કે, ભારે વરસાદથી પ્રભાવિત મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓને JEE Mainના ત્રીજા સેશન માટે વધુ એક મોકો આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને લીધે અસરગ્રસ્ત કેન્ડિડેટ્સ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ વધુ એક તક આપવાનો નિર્ણય કર્યો છે. આવા વિદ્યાર્થીઓ એક્ઝામ સેન્ટર સુધી પહોંચી ના શકવાને લીધે પરીક્ષા આપી શક્યા નથી.

પરીક્ષામાં સામેલ ના થયેલા કેન્ડિડેટ્સને મોકો મળશે
કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ શેર કરીને કહ્યું કે, વરસાદથી પ્રભાવિત વિસ્તારના વિદ્યાર્થીઓની એક્ઝામ ફરીથી લેવાશે. જે વિદ્યાર્થીઓ 25 અને 27 જુલાઈની પરીક્ષામાં સામેલ થઈ શક્યા નથી તેમના માટે NTA ફરીથી એક્ઝામનું આયોજન કરશે.

જો કે, હજુ સુધી JEE Mainની રી-એક્ઝામની તારીખ જાહેર કરી નથી, કોલ્હાપુર, પાલઘર, રત્નાગિરિ, રાયગઢ, સિંધુદુર્ગ, સાંગલી અને સતારાના કેન્ડિડેટ્સ એક્ઝામ આપી શક્યા નથી, તેઓ ફરીથી એક્ઝામ આપી શકશે.

20 જુલાઈથી એપ્રિલ સેશનની પરીક્ષા શરુ થશે
કોરોનાને લીધે સ્થગિત થયેલી JEE Mainની ત્રીજા અને ચોથા ફેઝની પરીક્ષા જુલાઈ-ઓગસ્ટમાં લેવાઈ રહી છે. આ હેઠળ એપ્રિલ સેશનની પરીક્ષા 20,22,25 અને 27 જુલાઈએ લેવાઈ રહી છે. મે સેશનની પરીક્ષા 26,27,31 ઓગસ્ટ અને 1-2 સપ્ટેમ્બરના રોજ લેવાશે. JEE Mainના ત્રીજા ફેઝ માટે કુલ 7,09,519 કેન્ડિડેટ્સે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments