સફળતા : JEE મેઈનનું પરિણામ જાહેર, સુરતના વિદ્યાર્થીએ સમગ્ર રાજ્યમાં બીજો અને દેશમાં 86મો રેન્ક મેળવ્યો

0
5

JEE મેઈન પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતના અનમોલ શરાફ નામના વિદ્યાર્થીએ રાજ્યમાં બીજો અને દેશમાં 86મો રેન્ક મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે. કોરોના કાળમાં પણ સતત અભ્યાસ કરવાની સાથે સાથે ઝળહળતી સફળતા મેળવી છે. જેનો શ્રેય અનમોલે ઓનલાઈન માર્ગદર્શન આપતાં નારાયણના શિક્ષકો અને માતા પિતાને આપતાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં હવે મુંબઈની IITમાંથી કોમ્પ્યુટર સાયન્સ સાથે આગળ વધવાની ઈચ્છા છે.

અનમોલ સામાજિક પ્રસંગોમાં હાજરી આપ્યા વગર સતત તૈયારી પર ધ્યાન આપ્યું હતું.
(અનમોલ સામાજિક પ્રસંગોમાં હાજરી આપ્યા વગર સતત તૈયારી પર ધ્યાન આપ્યું હતું.)

 

99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા

JEE મેઈનના પરિણામમાં રાજયમાં બીજા નંબર પાસ થનાર અનમોલ શરાફે 99.99 પર્સેન્ટાઈલ સાથે દેશભરમાં 86મો રેન્ક મેળવ્યો છે. અનમોલે જણાવ્યું હતું કે, અગાઉ પણ પ્રથમ પ્રયત્ને જ 99.99 પર્સેન્ટાઈલ આવ્યા હતાં. ત્યારથી મહેનત વધારી દીધી હતી. સારા રેન્ક માટે શિક્ષકો દ્વારા પણ સતત પુશ અપ અપાતું હતું. લોકડાઉન અને કોરોના કાળમાં ક્લાસીસ બંધ હોવા છતાં ઓનલાઈન માર્ગદર્શન શિક્ષકો દ્વારા સતત આપવામાં આવતું હતું.

અનમોલે સફળતાનો શ્રેય માતા પિતા અને તેમના શિક્ષકોને આપ્યો હતો.
(અનમોલે સફળતાનો શ્રેય માતા પિતા અને તેમના શિક્ષકોને આપ્યો હતો.)

 

પરિવારનો સપોર્ટ મહત્વનો સાબિત થયો

મૂળ બિહારના અને પિતા બેંક ઓફ બરોડોમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર હોવાથી સતત બદલીઓ વચ્ચે સુરતમાં સેટ થયેલો અનમોલ ખૂબ મહેનતુ હોવાનું તેમના માતા-પિતાએ જણાવ્યું હતું. સાથે જ અનમોલની સિદ્ધીની ઉજવણી કરતાં કહ્યું હતું કે, અનમોલ અભ્યાસની સાથે સોશિયલ એક્ટિવિટીથી દૂર રહ્યો હતો. દાદાના અવસાન વખતે પણ વતન નહોતો આવ્યો. અનમોલે તેની સિદ્ધી માટે પરિવારનો સપોર્ટ મહત્વનો હોવાની સાથે સાથે શિક્ષકોનું માર્ગદર્શન ખૂબ સારૂં રહ્યું હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here