તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : 3000 એપિસોડ પૂરા થતાં જેઠાલાલ ભાવુક થયા, ચાહકો અને ટીમનો આભાર માનતા કહ્યું….

0
28

ટીવીની લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 24 સપ્ટેમ્બરના રોજ ત્રણ હજાર એપિસોડ પૂરા કર્યા હતા. ટીવી ઈન્ડસ્ટ્રીની આ બીજી સિરિયલ છે, જેના અત્યાર સુધી સૌથી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થયા છે. નંબર વન પર ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ છે. ‘તારક મહેતા’ની ટીમે સેટ પર નાનકડું સેલિબ્રેશન રાખ્યું હતું. ત્યારબાદ જેઠલાલ એટલે કે દિલીપ જોષીએ ચાહકો તથા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જાણીતા રાઈટર તારક મહેતાની કોલમનું આ પાત્ર ભજવવું તેમના માટે નસીબની વાત છે. નાનપણમાં તે આ વાર્તાઓ વાંચીને જ મોટા થયા છે.

શોના પહેલાં દિવસથી લઈ આજ સુધીના અનુભવ શૅર કરતા દિલીપ જોષીએ ઈન્સ્ટા પર લખ્યું હતું, ‘ચિત્રલેખામાં લોકપ્રિય રાઈટર તારક મહેતાની વાર્તા ‘દુનિયાને ઊંધા ચશ્મા’ આવતી હતી. આ વાર્તામાં જેઠલાલનું પાત્ર આવતું હતું. હું જેઠાલાલના આ કાર્ટૂન સાથે મોટો થયો છું. તારકભાઈને હંમેશાં યાદ કરવામાં આવશે. અમે તમારા હાસ્યની સાથે આગળ વધી રહ્યાં છીએ. હું નસીબદાર છું કે મને અસિતજી મળ્યા. જૂના મિત્ર અને અનુભવી પ્રોડ્યૂસર છે. તેમની પર હું પૂરો વિશ્વાસ કરી શકું છે. હું તેમની સાથે પહેલા પણ કામ કરી ચૂક્યો છું. તેમણે મને આ સિરિયલમાં જેઠાલાલનું પાત્ર ઓફર કર્યું. આભાર અસિતભાઈ.’

https://www.instagram.com/p/CFh51UWhpId/?utm_source=ig_embed

વધુમાં દિલીપ જોષીએ કહ્યું હતું, ‘ઝડપથી લુક ટેસ્ટ થયો, એક પાયલટ ટેસ્ટ અને અંતે 28 જુલાઈ, 2008ના રોજ પહેલો એપિસોડ ટીવી પર પ્રસારિત થયો. અમે પહેલી જ વાર ગોકુલધામ સોસાયટીની ઝલક બતાવી હતી. અમને તે સમયે ખ્યાલ જ નહોતો કે આ શો આટલો લાંબો ચાલશે.’

કામને પ્રેમ કરો તો તે કામ લાગતું નથીઃ દિલીપ જોષી

કો-સ્ટાર્સ તથા ટીમનો આભાર વ્યક્ત કરતાં દિલીપ જોષીએ કહ્યું હતું, ‘સાચું છે કે જો તમે કામને પ્રેમ કરવા લાગો તો તમને કામ લાગતું નથી. એક સારી ટીમ સાથે મેં હમેશાં કામ કર્યું છે. તેમણે મને કામ પ્રત્યે પ્રેમ કરતો કરી દીધો. આ ટીમમાંથી કેટલાંક અમને અધવચ્ચે છોડીને જતા રહ્યાં પરંતુ હું તેમને રોજ યાદ કરું છું. તમે બધા જ લોકો આ ટીમનો જ એક ભાગ છો. ‘તારક મહેતા’ની ટીમનો આભાર.

આ પાત્ર ભજવવું ગિફ્ટ સમાન

દયાબેન ઘણાં સમયથી શોમાં નથી. આ સમયે જેઠલાલના ખભા પર જ સિરિયલનો ભાર છે. છેલ્લાં 12 વર્ષથી દિલીપ જોષી આ પાત્ર ભજવે છે. આ અંગે કહ્યું હતું, ‘આ પાત્રને ભજવવું મારા માટે ગિફ્ટ સમાન છે. આ પાત્રે મને ઘણું બધું આપ્યું છે. આની ક્રેડિટ ચાહકો તથા શુભચિંતકોને જાય છે. ચાહકોએ અમારું સ્વાગત કર્યું અને તેમના જીવનનો હિસ્સો બનાવ્યા.’

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here