લાખણી : જ્વેલર્સ ની દુકાનમાં ૧.૭૫ લાખના દાગીનાની ચોરી

0
226
લાખણી : લાખણીમાં મેઇન બજારમાં આવેલી વાઘેશ્વરી જ્વેલર્સ નામની દુકાનમાંથી રાત્રીના સમયે અજાણ્યા ઈસમો દ્વારા દુકાનના પાછળના ભાગે આવેલ ખેતરમાંથી બાકોરા પાડી અંદર પ્રવેશ કરી પહેલા તો ચોરે સીસીટીવી કેમેરાના કેબલ કાપી નાખ્યા અને ત્યાર બાદ દુકાનમાં પડેલા સોના ચાંદીના દાગીના તથા જૂના રિપેરિંગ માટે આવેલા દાગીના સહિતની ૧૭૫૦૦૦ની મત્તાની ચોરી કરી ચોર પલાયન થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર લાખણીમાં આવેલી વાઘેશ્વરી જ્વેલર્સ નામની દુકાનમાં રાત્રીના સમયે અજાણ્યા ઈસમો દ્વારા દુકાનના પાછળના ભાગે ખેતરમાં જઈ બાકોરૂ પાડ્યું હતું અને દુકાનમાં પ્રવેશી ચોરી કરી હતી. આ બાબતે જ્વેલર્સના માલિક ભરતભાઇ સોનીએ જણાવ્યું હતું કે સવારે મને ચોરીની જાણ થતાં હું દુકાને પહોંચ્યો અને દુકાનના શટર લોક ખોલી અંદર જોતાં પાછળની દિવાલમાં બાકોરૂ પાડેલું હતું અને દુકાનની અંદર ત્રણ કેમેરા તોડેલા નીચે પડ્યા હતા અને શર્ટનો કેમેરો વિરુદ્ધ દિશામાં ફેરવી દીધેલો હતો. અને દુકાનમાં સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો અને ચોરી થઇ હોવાનું જણાતાં દુકાન માલિક ભરતભાઇ અમૃતભાઇ સોનીએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી.

શું શું ચોરાયું ?

(1) 920 ગ્રામની ચાંદીની જૂની ચૂડી નં- 4 કિં.રૂ. 30 હજાર
(2) 755 ગ્રામ ચાંદીની જૂની તોડી, વેડ, માદળિયા તથા લોકેટ કિં.રૂ. 23 હજાર
(3) 14.55 ગ્રામ સોનામાં જૂની ડોડી નંગ – 3, પેંડલ નંગ – 2, કાંટી નંગ – 48 કિં.રૂ. 35 હજાર.
(4) 3095 ગ્રામ નવી ચાંદીનો માલ (ચતર, બંગડી જોડ-7, પારણાં, માઠીયા, માતાજીના પતરા, ઘૂઘરી, સાંકળ, ચેઇન, તોડીયો, કડુ) કિં.રૂ. 80 હજાર.
(5) રોકડ રકમ 7 હજાર.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here