ઝારખંડ: ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના પરિવારની દેરાણી ચૂંટણીમાં જેઠાણી પર ભારે પડી

0
14

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરીણામો જાહેર થઇ ગયા છે, ઝારખંડમાં ભાજપે સત્તા ગૂમાવી દીધી છે જ્યારે અહીંનો સ્થાનિક પક્ષ ઝારખંડ મુક્તિ મોર્ચા અને કોંગ્રેસ, આરજેડીનું ગઠબંધન સરકાર બનાવવા જઇ રહ્યું છે.ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ગેંગ્સ ઓફ વાસેપુરના પરિવારની દેરાણી-જેઠાણી વચ્ચે જંગ ખેલાયો હતો. દેરાણીએ જેઠાણીને 5 હજાર મતોથી પરાજય આપીને ઝરિયાની બેઠક કબ્જે કરી હતી.

ગેંગ્સ ઓફ વાસેપુરમાં રામાધીર સિંહનું કેરેક્ટર સૂર્યદેવ સિંહ પરથી પ્રેરિત હતું. ધનબાદ, ઝરિયા, વાસેપુરમાં સૂર્યદેવ સિંહની આણ પ્રવર્તતી હતી. એ સૂર્યદેવ સિંહનો એક ભાઈ બચ્ચા સિંહ મંત્રી રહી ચૂક્યો છે.

બીજા ભાઈ રાજન સિંહના પુત્ર નિરજસિંહની હત્યા સૂર્યદેવ સિંહના પુત્ર સંજીવ સિંહે કરી હતી. નિરજ અને સંજીવ સગા કાકા-બાપાના છોકરા હતા. 2014માં સંજીવ સિંહ ભાજપની ટિકિટ પર ઝરિયાની બેઠકમાં જીત્યો હતો. કોંગ્રેસે નિરજ સિંહને ટિકિટ આપી હતી. ચૂંટણી પછી 67 ગોળી ધરબીને નિરજની હત્યા કરી દેવામાં આવી હતી.

સંજીવ સિંહ હત્યાના આરોપમાં જેલમાં હોવાથી ભાજપે તેની પત્ની રાગિણીને ઝરિયા બેઠક પર ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે નિરજ સિંહની પત્ની અને રાગિણીની દેરાણી પૂર્ણિમાને ટિકિટ આપી હતી. સૂર્યદેવ સિંહની આ બે પુત્રવધૂઓ વચ્ચે જંગ હોવાથી ઝરિયાની બેઠક ચર્ચામાં આવી હતી.

આ હાઈપ્રોફાઈલ ચૂંટણીજંગમાં આખરે દેરાણી પૂર્ણિમાએ જેઠાણી રાગિણીને 4913 મતોથી પરાજય આપ્યો છે. તે સાથે જ ઝરિયાની બેઠક પૂર્ણિમાએ જેઠ અને પતિના હત્યારા સંજીવ સિંહ પાસેથી ઝુંટવી લીધી છે. પૂર્ણિમાને 44,599 મત મળ્યા હતા. જ્યારે રાગિણીને 39,686 મત મળ્યા હતા. ઉત્તર પ્રદેશના બલિયાના વતની સૂરજદેવ સિંહે આઝાદી પછી ધનબાદ, ઝરિયાની કોલસાની ખાણો ચલાવીને એ વિસ્તારમાં પ્રભુત્વ ખડું કર્યું હતું. સૂર્યદેવ સિંહ પણ આ વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી જીતીને રાજકારણી બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here