Tuesday, September 21, 2021
Homeઝારખંડ : સુમિત્રાએ ડિપ્રેશન પીડિત બહેન ગુમાવ્યા પછી ગામમાં મેન્ટલ હેલ્થ પર...
Array

ઝારખંડ : સુમિત્રાએ ડિપ્રેશન પીડિત બહેન ગુમાવ્યા પછી ગામમાં મેન્ટલ હેલ્થ પર ફોકસ કર્યું

નેશનલ ક્રાઈમ બ્યુરો રેકોર્ડના આંકડા દર્શાવે છે કે, ઝારખંડમાં મહિલાઓને ડાકણ સમજીને તેની સાથે અત્યાચાર અને તેને મારી નાખવાના કેસ વધી રહ્યા છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે, સ્વાસ્થ્ય મામલે સ્થિતિમાં સુધારો થયો છે પણ સ્થિતિ તો હજુ પહેલાં જેટલી જ ખરાબ છે. દર હજાર બાળકોમાં 44 બાળકોના મૃત્યુનો આંકડો ઘટીને 29 થયો છે. ઝારખંડમાં સુદૂર જનજાતીય માટે કામ કરી રહેલી સુમિત્રા ગગરઈએ કહ્યું, સ્થિતિ સુધરી છે પણ હજુ ઘણું કામ કરવાની જરૂર છે. સુમિત્રા છેલ્લા ઘણા સમયથી મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે કામ કરી રહી છે. છેલ્લા 12 વર્ષથી તે સ્વાસ્થ્યની સાથોસાથ મહિલાઓ-બાળકો માટે પોષણ, હિંસા અને શિશુ મૃત્યુદર ઓછો કરવાની દિશામાં પણ કામ કરે છે.

સુમિત્રા સુદૂર ગામોમાં સારા સ્વાસ્થ્યને સંસ્કૃતિ બનાવવના મિશન પર છે. તે અત્યાર સુધી 36 હજારથી વધારે મહિલાઓનું જીવન બદલી ચૂકી છે. મેન્ટલ હેલ્થ પર કામ કરવા માટે તેને 2020માં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી ફાઉન્ડેશને હેલ્થ શ્રેણીમાં વીમેન એક્ઝેમ્પ્લર અવોર્ડથી સન્માનિત કરી હતી.

અંધશ્રદ્ધામાંથી લોકોને બહાર લાવે છે
31 વર્ષીય સુમિત્રા ઝારખંડની ‘હો ’ જનજાતિની છે. તેણે પોતે પણ જીવન ગરીબીમાં વિતાવ્યું. સુમિત્રાએ કહ્યું, મારી બહેન 16 વર્ષની ઉંમરે માનસિક સ્વાસ્થ્યની પીડિતા હતી. સારવાર થઈ પણ જાગૃતતાના અભાવે ઘરેથી કોઈ સહયોગ ના મળ્યો. મારી બહેને ડિપ્રેશનમાં આવીને ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી. એ ઘટના પછી મારી જીવન બદલાઈ ગયું. ઝારખંડમાં આજે પણ અંધશ્રદ્ધા ખૂબ વધારે છે. મહિલાઓ ત્રણ-ત્રણ દિવસ સુધી પ્રસવ પીડા સહન કરે છે. કોઈ પણ વસ્તુની સારવારમાં ભૂત-પ્રેતનું નામ જોડવામાં આવે છે. લોકોના આ જ વિચાર બદલવા માટે સુમિત્રા અનેક ગામ ફરીને નાટક અને સ્ટોરીના માધ્યમથી મહિલાઓને જાગૃત કરી રહી છે.

સુમિત્રાએ કહ્યું કે, ઝારખંડમાં અંધશ્રદ્ધાને લીધે બાળકોના જન્મ પછી ગર્ભનાળ કાપવાને લઈને અન્ય ઘણી ખોટી માનસિકતા હતી. સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં આવતું નહોતું. આથી નવજાત બાળકોનો મૃત્યુદર વધારે હતો. સુમિત્રાના પ્રયત્નોને લીધે નવજાત બાળકોના મૃત્યુદરમાં 45% ઘટાડો આવ્યો. તેના કામના વખાણ મેડિકલ જર્નલ લાન્સેંટમાં પણ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments