Wednesday, September 29, 2021
Homeઝુનઝુનવાલાની કહાની : 10 વર્ષમાં 6 ગણી થઈ શેરબજારમાં બિગ બુલની નેટવર્થ
Array

ઝુનઝુનવાલાની કહાની : 10 વર્ષમાં 6 ગણી થઈ શેરબજારમાં બિગ બુલની નેટવર્થ

શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ નવી એરલાઈન કંપની શરૂ કરવાની જાહેરાત કરી છે. આકાસા એર નામની આ કંપનીને લીધે વિમાન ઉત્પાદક અમેરિકાની બોઈંગ કંપનીના પણ સારા દિવસો આવે એવી શક્યતા છે. દેશમાં જેટ એરવેઝને બંધ થયા બાદ બોઈંગને ભારે નુકસાન થઈ રહ્યું છે. બીજી બાજુ, નુકસાનમાં ચાલી રહેલા એવિએશન ઉદ્યોગને પણ આ જાહેરાત બાદ નસીબ બદલાય એવી આશા રાખે છે. આમ પણ ઝુનઝુનવાલા જે ક્ષેત્રમાં રોકાણ કરે છે એ નફાનો સોદો સાબિત થાય છે.

 

(ફાઈલ ફોટો) - Divya Bhaskar

 

છેવટે રાકેશ ઝુનઝુનવાલા કોણ છે? એવિએશન ઉદ્યોગ ઉપરાંત તેમની પાસે કયા કારોબાર છે? જે આકાસાને તેઓ લોંચ કરવા જઈ રહ્યા છે એ ક્યાં સુધીમાં શરૂ થઈ જશે? એમાં કયા લોકોની મહત્ત્વની ભૂમિકા રહેશે? આ તમામ વિશે માહિતી મેળવીશું….

કોણ છે રાકેશ ઝુનઝુનવાલા
દેશના એક અગ્રણી રોકાણકાર છે. લોકો તેમને ભારતના વોરેન બફેટ પણ કહે છે. તેમના પિતા ઈન્કમ ટેક્સ અધિકારી હતા. વર્ષ 1985માં ઝુનઝુનવાલા જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી તેઓ શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. ઝુનઝુનવાલા એક ક્વોલિફાઈડ CA પણ છે. તેમણે ઈંગ્લિશ વિંગ્લિશ ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી છે. તેઓ હંગામા મીડિયા અને એપ્ટેકના ચેરમેન છે. આ સાથે વાયસરોય હોટલ્સ, કોનકોર્ડ બાયોટેક, પ્રોવોગ ઈન્ડિયા અને જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીઝના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ સામેલ છે.

ઝુનઝુનવાલાએ જ્યારે શેરબજારમાં રોકાણ કરવાની શરૂઆત કરી હતી એ સમયે સેન્સેક્સ ફક્ત 150 પોઇન્ટ આસપાસ હતો. વર્તમાન સમયમાં સેન્સેક્સ 50 હજારથી પણ ઉપર છે. ઝુનઝુનવાલા સૌથી મહત્ત્વનું હોલ્ડિંગ ટાટા ગ્રુપની કંપની ટાઈટનમાં ધરાવે છે. આ ઉપરાંત સ્ટાર હેલ્થ ઈન્શ્યોરન્સ, મેટ્રો બ્રાંડ્સ અને કોનકોર્ડ બાયોટેક સહિત અન્ય કંપનીઓના શેર પણ ધરાવે છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે સ્પાઈસજેટ અને ગ્રાઉન્ડેડ એરલાઈન કંપની જેટ એરવેઝમાં પણ 1-1 ટકા હિસ્સો છે.

તો શું ઝુનઝુનવાલા પોતાની કોઈ કંપની ધરાવતા નથી?
એવું નથી. વર્ષ 2003માં રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની સ્ટોક ટ્રેડિંગ કંપની RARE એન્ટરપ્રાઈઝીસની શરૂઆત કરી હતી. આ ફર્મ રાકેશ અને તેમનાં પત્ની રેખાના નામથી બનેલી છે. RA એટલે કે રાકેશ અને RE એટલે રેખા ઝુનઝુનવાલા. રેખા ઝુનઝુનવાલા પણ એક સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટર્સ છે. બન્નેનાં વર્ષ 1989માં લગ્ન થયાં હતાં. રેખા પણ તેમના પતિની માફક અનેક કંપનીઓમાં હિસ્સો ધરાવે છે.

આકાસા અંગે શું જાહેરાત થઈ?
રાકેશ ઝુનઝુનવાલાએ તાજેતરમાં એક નવી એરલાઈન્સ કંપની શરૂ કરવાની યોજના બનાવી છે. આ માટે એક-બે સપ્તાહમાં એવિએશન મિનિસ્ટ્રીમાં NOC માટે અરજી કરી શકે છે. આ નવી એરલાઈન કંપનીનું નામ આકાસા હશે. કંપનીમાં ઝુનઝુનવાલાની હિસ્સેદારી 40 ટકા હોઈ શકે છે. આ માટે ઝુનઝુનવાલા રૂપિયા 260 કરોડ સુધીનું રોકાણ કરી શકે છે. આ ઉપરાંત ઈન્ડિગો એરલાઈન્સના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ આદિત્ય ઘોષ, જેટ એરવેઝના ભૂતપૂર્વ CEO વિનય દુબે પણ આ કંપનીમાં હિસ્સો ધરાવશે.

ક્યા સુધીમાં શરૂ થઈ શકે છે આકાસા?
આ અંગે ઝુનઝુનવાલા તરફથી કોઈ નિશ્ચિત તારીખ દર્શાવવામાં આવી નથી. હા, એટલું ચોક્કસ છે કે એરલાઈન કંપનીમાં આગામી 4 વર્ષમાં 70 એરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવશે. નિષ્ણાતોના મતે નવી એરલાઈન શરૂ કરવા પાછળનો ઉદ્દેશ ભારતમાં વધુને વધુ પ્રમાણમાં લોકોને હવાઈયાત્રા ઉપલબ્ધ કરાવવાનો છે.

બ્લૂમબર્ગને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે અમે આગામી 15 દિવસમાં એવિએશન મંત્રાલય પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવી લઈએ એવી આશા છે. મહામારીની સ્થિતિમાં બગડેલી સ્થિતિ વચ્ચે પણ રાકેશ ઝુનઝુનવાલા આગામી દિવસોમાં ઉડ્ડયન સેક્ટરમાં માગ વધે એવી આશા રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભારતીય બજારમાં વૃદ્ધિ યથાવત્ છે અને ટૂંક સમયમાં મોંઘવારી પણ નિયંત્રણમાં આવી જશે.

આકાસામાં કેટલા કોલો મહત્ત્વની ભૂમિકા ભજવશે?
આદિત્ય ઘોષઃ
 ઈંડિગોના ભૂતપૂર્વ અધ્યક્ષ ઘોષ આકાસાના કો-ફાઉન્ડર છે. કંપનીમાં તેમની 10 ટકા હિસ્સેદારી છે. ઘોષ કંપનીમાં ઝુનઝુનવાલાના નોમિની હશે, પણ મેનેજમેન્ટનો હિસ્સો નહીં હોય.
વિનય દુબેઃ દુબે જેટ એરવેઝના ભૂતપૂર્વ CEO રહ્યા છે. આકાસામાં પણ તેઓ CEO હશે. કંપનીમાં તેની 15 ટકા હિસ્સેદારી હશે. મીડિયા અહેવાલ પ્રમાણે ડેલ્ટા એરલાઈન્સના એક ભૂતપૂર્વ સિનિયર એકઝિક્યુટિવ પણ કંપનીના ફાઉન્ડિંગ સ્થાપકમાં સામેલ છે.
વીપી આનંદ શ્રીનિવાસનઃ મીડિયા અહેવાલ પ્રમાણે, શ્રીનિવાસન આકાસાના ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO)હશે. શ્રીનિવાસન અગાઉ ગો-એરના રેવન્યુ મેનેજમેન્ટના વાઈસ-પ્રેસિડેન્ટ રહ્યા છે.
પ્રવીણ અય્યરઃ જેટ એરવેઝના સિનિયર વાઈસ-પ્રેસિડેન્ટ રહેલા અય્યર આકાસાના COO હશે.​​​​​​​
ફ્લાઈડ બેસિયસઃ જેટના ફ્લાઈટ ઓપરેશન્સના ભૂતપૂર્વ વાઈસ-પ્રેસિડેન્ટ રહી ચૂકેલા ગ્રેસિયસ આકાસાના CTO અથવા આ પ્રકારની ભૂમિકામાં હશે.
નીલુ ખત્રીઃ એવિએશન ઈન્ડસ્ટ્રીઝમાં લાંબા સમયથી સક્રિય રહેલા ખત્રી કોર્પોરેટ બાબતના વડા હોઈ શકે છે.

એવિએશન સેક્ટર અગાઉથી જ નુકસાનમાં છે, આ સંજોગોમાં ઝુનઝુનવાલાને એમાં કઈ સંભાવના દેખાય છે?
આ વાત બિલકુલ સાચી છે કે એવિએશન સેક્ટર લાંબા સમયથી નુકસાનમાં છે. કોરોના મહામારી અગાઉ પણ એવિએશન સેક્ટર આર્થિક મંદીમાંથી પસાર થતું હતું, જેમ કે કિંગફિશર એક સમયે દેશની બીજા ક્રમની સૌથી મોટી એરલાઈન કંપની બની ગઈ હતી, પણ વર્ષ 2012માં કંપનીએ એનો કારોબાર ઠપ કરવો પડ્યો. એવી જ રીતે જેટ એરવેઝ પણ વર્ષ 2019થી ગ્રાઉન્ડેડ થઈ, જે ફરી એક વખત ઉડાન ભરવા તૈયારીમાં છે.

ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન લિમિટેડના સંયુક્ત સાહસવાળી કંપની વિસ્ટારા અને ઈન્ડિગો પણ આર્થિક મુશ્કેલીમાં છે. સરકાર એરલાઈન કંપની એર ઈન્ડિયાને પણ સરકાર વેચવાનો પ્રયત્ન કરી રહી છે. આ સંજોગોમાં ઝુનઝુનવાલાની નવી કંપની કેવી રીતે નફો મેળવશે એ જોવાનું રહેશે. આમ તો તેમનું ફોકસ નાનાં શહેરો અને વધુ ને વધુ લોકો સુધી વિમાનયાત્રાની સુવિધા વિસ્તારવાનો છે. ઝુનઝુનવાલાનું માનવું છે કે કોરોના બાદ એવિએશન સેક્ટરમાં માગ વધશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments