બુર્કિના ફાસોમાં જેહાદીઓએ હુમલો કરી 15 લોકોની હત્યા કરી, દુકાનો અને બાઇક સળગાવી લોકોને લૂંટ્યા

0
12

ઓગાગાડોગૌઃ બુર્કિના ફાસોના એક ગામમાં જેહાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 15 લોકોની હત્યા કરવામાં આવી છે. સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર જેહાદીઓએ લોકોને લૂંટી અને દુકાનો તથા મોટરસાયકલમાં આગ લગાવી હતી. ગુરુવાર અને શુક્રવારની રાત્રિ વચ્ચે ડિબ્લોઉના એક ગામમાં આશરે 20 જેટલા હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, ત્યાંની સ્થાનિક ગર્વમેન્ટના નોર્ડ સેન્ટરના અધિકારી કસિમિર સેગ્યુડનું કહેવું છે કે, 15 લોકોની હત્યા કરવામાં આવી છે. જ્યારે ગામના બજારમાં હુમલાખોરોએ આગ લગાવી હતી. પરંતુ સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે, મોટરસાયકલ સહિત ગામના બજારમાં આગ લગાવવામાં આવી હતી અને મોટાભાગે બધું જ લૂંટી લેવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here