Saturday, September 18, 2021
Homeજિનપિંગે ભારતની સરહદ નજીક સૈનિકો સાથે કરી ચર્ચા
Array

જિનપિંગે ભારતની સરહદ નજીક સૈનિકો સાથે કરી ચર્ચા

ચીની પ્રમુખે તિબેટના સ્થાનિક દળો સૈનિકોને તાલીમ આપે, યુધ્ધની તૈયારીઓ કરે તથા તિબેટની દીર્ધકાલીન સ્થિરતા, સમૃધ્ધિ અને વિકાસ માટે વિધેયાત્મક કામગીરી કરે એ ત્રણ મુદ્દા પર ભાર મૂક્યો છે. એમની સાથે ચીનના ઉચ્ચ કક્ષાના લશ્કરી અધિકારીઓ લ્હાસામાં આવી પહોંચ્યા છે.

ગ્લોબલ ટાઇમ્સે તેના સમાચારમાં જણાવ્યું છે કે જિનપિંગે ચીની સૈન્યની તિબેટ કમાન્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી અને સૈનિકોની તાલીમ કાર્ય અને યુદ્ધ સજ્જતાને સંપૂર્ણ મજબુત બનાવવા હાકલ કરી છે.

પોતાના ૧૦ વર્ષના શાસન દરમિયાન પહેલવહેલી વાર તિબેટમાં આવેલા ચીની પ્રમુખ શી જિનપિંગની આ મુલાકાત પૂર્વ લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે વ્યાપ્ત લશ્કરી તંગદિલી વચ્ચે યોજાઇ રહી છે.

ચીનની સરકારી ન્યુઝ એજન્સી શિનહુઆએ  જણાવ્યું કે પ્રમુખ શી જિનપિંગે પક્ષ અને દેશના ઇતિહાસમાં પહેલી વાર તિબેટની શાંતિપૂર્ણ કામગીરીની 70મી વર્ષગાંઠના સંદર્ભમાં તિબેટ સ્વાયત્તત્ર પ્રદેશ મુલાકાત લીધી હતી.

એમણે તિબેટની શાંતિપૂર્ણ કામગીરીને બિરદાવી, અધિકારીઓ તથા વિવિધ વંશીય જૂથોના સામાન્ય લોકોને મળીને પોતાના રાજકીય પક્ષની કેન્દ્રીય સમિતિની શુભ લાગણી વ્યક્ત કરી, એમ શિનહુઆના અહેવાલમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments