Jio ના 19 રૂપિયાના પ્લાનમાં ડેટાની સાથે મળશે બધું ફ્રી

0
37

Reliance Jio નું ટેલિકોમ જગતમાં આવ્યા બાદ અન્ય કંપનીઓમાં ડેટા ખતમ થવાનું નામ લઇ રહ્યું નથી, પરંતુ તેમ છતાં Jio ના યૂઝર્સની સંખ્યા પણ ઓછી થઇ રહી નથી. આજે jio ના સૌથી સસ્તા પ્લાન માટે જણાવી રહ્યા છીએ, જેમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને મેસેજ ફ્રી માં મળે છે. આટલું જ નહીં આ પ્લાનની મર્યાદા 28 દિવસની છે.

સૌથી પહેલા Jio ના 19 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો એમાં 0.15 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 20 મેસેજ દરરોજના મળે છે અને એની મર્યાદા 10 દિવસની છે. ઉપરાંત આ પ્લાનમાં જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. જણાવી દઇએ કે જો તમારો ડેટા પૂર્ણ થઇ જાયચ છે તો તમને 64jbps ની સ્પીડથી ઇન્ટરનેટની સ્પીડ મળશે.

Jio ના 52 રૂપિયાના પ્લાનમાં પણ દરરોજ 0.15 GB ડેટા મળશે. આ રીતે સતત 7 દિવસ તમને 1.05 GB ડેટા મળે છે. એની મર્યાદા 7 દિવસની છે. ડેટા ખતમ થયા બાદ તમને 64kbps ની સ્પીડથી ડેટા મળશે. ઉપરાંત આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને 70 એસએમએસ નો પણ લાભ મળશે. 98 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની સમય મર્યાદા મળે છે. આ ઉપરાંત પ્લાનમાં ગ્રાહકોને 2GB ડેટા મળશે. ડેટા ખતમ થઇ ગયા બાદ એની સ્પીડ 64 kbps થઇ જશે. એમાં પણ ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ અને અનલિમિટેડ ડેટા મળે છે.

149 રૂપિયા વાળા પ્લાનમાં તમને 28 દિવસની સમય મર્યાદા અને દરરોજ 1.5 GB ડેટા મળશે. એમાં પણ ડેટા પૂર્ણ થયા બાદ 64kbps ની સ્પીડથી ડેટાનો ઉપયોગ કરી શકો છો. સાથે જ આ પ્લાનમાં દરરોજ અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ મળશે. જિયોના 198 રૂપિયા વાળા પ્લાનમાં પણ 149 રૂપિયા વાળા પ્લાનનો લાભ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here