Monday, October 18, 2021
HomeJio SIM યૂઝર્સને મળે છે આ ખાસ સર્વિસ, આજે જ કરો એક્ટીવેટ
Array

Jio SIM યૂઝર્સને મળે છે આ ખાસ સર્વિસ, આજે જ કરો એક્ટીવેટ

પ્રમોશનલ કોલિંગ અને મેસેજ કદાચ જ આપણામાંથી કોઇકને પસંદ હશે. આવા ના ગમતા કોલ ખાસ એવા સમયે પરેશાન કરે છે જ્યારે આપણે કોઇ બીજાના કોલની રાહ જોઇએ છીએ અથવા કોઇ મીટિંગમાં અથવા આપણા ઘરમાં આરામ કરી રહ્યા હોય અને ફોન ઊઠાવીએ ત્યારે ખબર પડે કે કોઇ કંપનીના પ્રમોશન માટે આવ્યો હતો. ટેક્સ્ટ મેસેજની વાત કરીએ તો ઇનબોક્સ માત્ર કંપનીઓના પ્રમોશન મેસેજથી ભરેલા હોય છે.

આ ઉપરાં બેંકની ઓફર વાળા ફોન્સથી આપણે ક્યારેયને ક્યારેય પરેશાન થયા જ છીએ. આ કારણથી આપણને DND જેવી સર્વિસ મળે છે. એનાથી ના ગમતા કોલ્સ અને મેસેજને બ્લોક કરવામાં આવી શકે છે.

આમ તો તમામ ટેલિકોમ કંપનીઓ DND સર્વિસ ઓફર કરે છે, જેની પ્રોસેસ આપણે જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો તમે તમારા JIO સિમમાં DND સર્વિસ કેવી રીતે એક્ટિવેટ કરી શકો છો. એના માટે જિયોએ પોતાની એપમાં અલગથી  activation/deactivationનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જે બાકીની કંપની આપતી નથી. જિયોની આ સર્વિસ સીધી MyJio એપથી એક્ટિવેટ કરી શકો છો.

સૌથી પહેલા એ જોઇ લો કે તમારા ફોનમાં MyJioApp ઇન્સ્ટોલ હોય. હવે MyJioAppમાં લોગઇન કરો.

ટોપ લેફ્ટ કોર્નર પર  Menu icon હશે, એની પર ટેપ કરો.

હવે સેટિંગમાં જાવ અને એમાં Service Settingને સિલેક્ટ કરો.

અહીંયા તમને ઘણા બધા વિકલ્પ જોવા મળશે. અહીંયા તમે તમારા હિસાબથી કોઇ પણ વિકલ્પ પર DND એક્ટિવેટ કરી શકો છો. જો તમે બેકિંગ એસએમએસ અને કોલ્સ બ્લોક કરવા ઇચ્છો છો તો સામે આપેલું બટન ઓન કરી દો. જો તમે કોઇ પણ પ્રકારના પ્રમોશનલ કોલ્સ અને SMSને બ્લોક કરવા ઇચ્છો છો, તો પેજની ઉપર આપેલા ફુલ DND ઓપ્શનને એક્ટિવેટ કરી દો.

ત્યારબાદ jio ની તરફથી એક રિક્વેસ્ટ કન્ફર્મેશન SMS આવશે. આ મેસેજ તમને રજિસ્ટ્રેશન રિક્વેસ્ટ IDની સાથે આવશે. બસ પછી તમારા જિયો નંબર પર આ સર્વિસ 7 દિવસની અંદર એક્ટિવ થઇ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments