Sunday, December 5, 2021
HomeJioPhone માં આવી રહ્યું છે સૌથી મોટું ફીચર, આરામથી કરી શકશો ડેટા...
Array

JioPhone માં આવી રહ્યું છે સૌથી મોટું ફીચર, આરામથી કરી શકશો ડેટા શેર

રિલાયન્સ જિયો યૂઝર્સ માટે આ રિપોર્ટ ખુશખબરી જેવો છે. ફેસબુક, વોટ્સએપ અને ગૂગલ સર્વિસનો સપોર્ટ આપ્યા બાદ આ ફોનમાં wifi હોટ સ્પોટ નું ફીચર આપવામાં આવી શકે છે. રિપોર્ટ પ્રમાણે કંપની એનું ટેસ્ટિંગ કરી રહી છે અને જલ્દીથી એને જિયો ફોન યૂઝર્સને અપડેટ માટે આપવામાં આવશે.

2017માં રિલાયન્સ જિયોએ JioPhone લોન્ચ કર્યો. કંપનીનો દાવો છે કે અત્યાર સુધી 50 મિલિયન હેન્ડસેટ વેચાઇ ચુક્યા છે.
શરૂઆતમાં આ ફોનમાં ફેસબુક, વોટ્સએપ કે ગૂગલ એપ્સ સપોર્ટ કરતી નહતી. ધીરે ધીરે કંપનીએ આ ફોનમાં એનો સપોર્ટ આપવાનું શરૂ કર્યું.

રિપોર્ટ પ્રમાણએ JiO Phone વાઇફાઇ હોટ સ્પોટનો સપોર્ટ કેટલાક તબક્કામાં આપવામાં આવશે. એટલે કે એવું શક્ય છે કે કેટલાક ફોનમાં પહેલા આ ફીચર મળ્યું અને બીજામાં પછીથી. એને એક્ટિવ કરવા માટે ફોનના સેટિંગ્સમાં વિકલ્પ આપવામાં આવશે. જ્યાંથી એને ઓન કરી સકો છો. ઇન્ટરનેટ શેરિંગનો એક ભાગ હશે. તમે એને રિનેમ કરી શકો છો અને પાસવર્ડ સેટ કરી શકો છો.

વાઇફાઇ હોટ સ્પોટ વિકલ્પ મળ્યા બાદ યૂઝર્સને એના ઘણા ફાયદા થશે. કારણ કે એમાં આપવામાં આવેલો ડેટા જલ્દી પૂર્ણ થતો નથી. આવું એટલા માટે કારણ કે એમાં ફીચર્સ ઓછા છે અને ઇન્ટરનેટનો વપરાશ ઓછો થાય છે. હોટ સ્પોટ વિકલ્પનો ઉપયોગ કરીને એનાથી બીજા ડિવાઇસ પણ કનેક્ટ કરી શકો છો.

આ હેન્ડસેટ ફીચર્સની વાત કરીએ તો એમાં 2.4 વઇંચની સ્ક્રીન આપવામાં આવી છે અને આ KAI OS પર ચાલે છે. આ 4G ફોન છે અને એમાં 1.2GHZ ડુઅલ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. એમાં વાઇફાઇ 3G, 4G, Bluetooth અને બીજા સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments