Wednesday, September 28, 2022
HomeJ&Kમાં બસ પર ગ્રેનેડ હુમલાથી 2 લોકોનાં મોત, 27 ઘાયલ; હિઝબુલનો એક...
Array

J&Kમાં બસ પર ગ્રેનેડ હુમલાથી 2 લોકોનાં મોત, 27 ઘાયલ; હિઝબુલનો એક આતંકી પકડાયો

- Advertisement -

જમ્મુ  : અહીંના બસ સ્ટેન્ડ પર ગુરુવારે ગ્રેનેડ ફેંકીને આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ગ્રેનેડ હુમલામાં 2 નાગરિકો મોતને ભેટ્યા હતા, જેમાંથી એક નાગરિકનું મોત ગુરુવારે અને બીજાનું શુક્રવારે સવારે સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઉપરાંત 27 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 4ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદીએ ગુરુવારે બપોરે જમ્મુ બસ સ્ટેન્ડ પર ઊભેલી એક બસ પર ગ્રેનેડ ફેંકીને  હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતોઆ હુમલાના પાંચ જ કલાકમાં પોલીસે કુલગામના યુવક યાસીર જાવેદ બટની ધરપકડ કરી હતી. હુમલા પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે બ્રિટન સાથે વાત કરી હતી. બ્રિટને કહ્યું હતું કે, તે ભારતની સાથે છે.
જમ્મુના આઈજી મનીષકુમાર સિંહે કહ્યું હતું કે યાસીરે ગુનો કબૂલી લીધો છે. તેણે હિઝબુલના કુલગામના કમાન્ડર ફારુક અહમદ બટના ઈશારે આ કામ પાર પાડ્યું હતું. અમે ઘટના સ્થળે હાજર લોકો અને સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરની ઓળખ કરી લીધી હતી. આ હુમલા પછી અમે નાકાબંધી કરીને ટોલ પ્લાઝા નજીકથી તેને ઝડપી લીધો હતો.
આ હુમલામાં હરિદ્વારનો યુવક મોહમ્મદ શારિક મૃત્યુ પામ્યો હતો. તેની છાતીમાં ગ્રેનેડના છરા અને બસની બારીના કાચ ઘૂસી ગયા હતા. અન્ય ઈજાગ્રસ્તોમાં 11 લોકો જમ્મુ-કાશ્મીરના છે, જ્યારે બાકીના કાશ્મીર બહારના રાજ્યોના છે. આ હુમલામાં બસને પણ ભારે નુકસાન થયું હતું.
ગયા વર્ષે મે પછી નવ મહિનામાં જમ્મુ બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલાની આ ત્રીજી ઘટના છે. 24મી મે, 2018ના રોજ પણ ગ્રેનેડ હુમલામાં બે પોલીસકર્મી અને એક નાગરિક ઘાયલ થયા હતા. આ ઉપરાંત ડિસેમ્બરમાં પણ બસ સ્ટેન્ડ પર પોલીસ મથકને નિશાન બનાવીને ગ્રેનેડ ઝીંકાયો હતો. સુરક્ષા એજન્સીઓના કહેવા પ્રમાણે, સાંપ્રદાયિક સદભાવ અને શાંતિને નુકસાન પહોંચાડવા માટે આ પ્રકારના હુમલા કરાઈ રહ્યા છે. એરસ્ટ્રાઈક પછી જે ગભરાટ ફેલાવવો જોઈએ તે આતંકીઓમાં ફેલાયો નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular