Thursday, September 23, 2021
HomeJ&K ની બનિહાલ ટનલ પાસે કારમાં વિસ્ફોટ, CRPFનાં જવાનોન કાફલો સુરક્ષિત
Array

J&K ની બનિહાલ ટનલ પાસે કારમાં વિસ્ફોટ, CRPFનાં જવાનોન કાફલો સુરક્ષિત

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર હાઈવે પાસે એક કારમાં વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ વિસ્ફોટ જે સેન્ટ્રો કારમાં થયો તેની પાસેથીજ સુરક્ષા દળનો કાફલો પસાર થઈ રહ્યો હતો. સીઆરપીએફનાં કહ્યાં પ્રમાણે, આ આતંકી હુમલો નથી લાગી રહ્યો. આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.

 

CRPFના કાફલાની એક બસને સામાન્ય નુકસાન

CRPFનાં સૂત્રોનાં કહ્યાં પ્રમાણે, પ્રાથમિક તપાસમાં મામલો કારમાં સિલિન્ડર બ્લાસ્ટનો લાગી રહ્યો હતો. જેનાથી કારનું ભરથુ થઈ ગયુ છે. આ કારનો માલિક પણ ગાયબ છે. સીઆરપીએફનો કાફલો આ ગાડીથી ઘણો દુર હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે દુર રહેલી સીઆરપીએફની એક બસને પણ સામાન્ય નુકસાન થયું છે. આ વિસ્ફોટમાં સીઆરપીએફના જવાન કે કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન થયું નથી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

મહત્વનું છે કે ,ગત 14 ફેબ્રુઆરીનો રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ઘાતક હુમલો થયો હતો. જેમા ભારતીય સેનાના 40 જવાનો શહીદ થયા હતા. જેમાં RDXથી ભરેલી કાર સેનાના કાફલા સાથે અથડાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments