- Advertisement -
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કર્યાં હતા. બંને આતંકીઓની ઓળખ શાહિદ અહેમદ બાબા અને અનીયત અહમદ જિગર તરીકે થઈ છે. એક SRL રાયફલ અને પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે.
સુરક્ષાદળોને પુલવામાના રાજપોરામાં આતંકીઓ છુપાયેલાં હોવાની સુચના મળી હતી. જે બાદ રાષ્ટ્રીય રાયફલ્સ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પોલીસના જવાનોએ ગુરૂવારે રાત્રે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. 23 જાન્યુઆરીએ બારામૂલામાં સિક્યોરિટી ફોર્સે 3 આતંકીઓને ઠાર કર્યા હતા.
બારામૂલામાં કોઈ આતંકી બચ્યો નથી
-
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં મોટી સફળતા મળી છે. પોલીસે દાવો કર્યો છે કે બારામૂલામાં હવે કોઈ આતંકી નથી બચ્યો. રાજ્યમાં 2017માં સુરક્ષાદળો તરફથી ચલાવવામાં આવી રહેલાં ઓપરેશન ઓલઆઉટ પછી આ પહેલી વખત છે કે કોઈ જિલ્લાને આતંકવાદ મુક્ત જાહેર કરાયો હોય.
-
છેલ્લાં 4 વર્ષમાં 2018માં સૌથી વધુ 257 આતંકીઓ ઠાર થયા. સુરક્ષાદળોએ 2017માં 213, 2016માં 150 અને 2015માં 108 આતંકીઓ ઠાર થયા હતા. 2018માં સેનાએ 142 આતંકીઓને 31 ઓગસ્ટ સુધીમાં ઠાર કરાયાં હતા. ઓગસ્ટ-2018માં સૌથી વધુ 25 આતંકીઓ ઠાર થયાં હતા.
-
ઘાટીમાં હજુ પણ 300થી વધુ આતંકીઓ સક્રિય છે. તેઓ સૌથી વધુ સક્રિય દક્ષિણ કાશ્મીરમાં છે. સોશિયલ મીડિયાની મદદથી યુવાનોને પોતાની સાથે જોડવાના પ્રયાસો કરે છે. અધિકારીનું કહેવું છે કે AK-47 આતંકીઓનું સૌથી પસંદગીનું હથિયાર છે.