J&K: સોપોરમાં CRPF પાર્ટી પર આતંકી હુમલો, જવાન શહીદ, નાગરિકનું મોત

0
4
સોપોર આતંકી ​હુમલા: આતંકી હુમલા દરમિયાન 3 વર્ષના છોકરાને બચાવી લેવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું.
સોપોર આતંકી ​હુમલા: આતંકી હુમલા દરમિયાન 3 વર્ષના છોકરાને બચાવી લેવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું.
  • સોપોર આતંકી ​હુમલા: આતંકી હુમલા દરમિયાન 3 વર્ષના છોકરાને બચાવી લેવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું.

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. તેમાં CRPF 179 બટાલિયનનો જવાન શહીદ થયો છે, જ્યારે ગોળી વાગવાથી એક નાગરિકનું પણ મોત થયું છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ ઘાત લગાવીને પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો છે.

ન્યૂઝ એજન્સી ANI મુજબ, બુધવાર સવારે CRPFની એક પાર્ટી પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન રેબન વિસ્તારમાં CRPF પાર્ટી પર અચાનક ફાયરિંગ થવા લાગ્યું. ભારતીય જવાનો પણ વળતો જવાબ આપી રહ્યા છે. અત્યાર સુધી 1 જવાનો શહીદ થયાના અહેવાલ મળી રહ્યા છે. સુરક્ષાદળોની વધારાની ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

સુરક્ષા દળો પર હુમલાની 6 દિવસમાં આ બીજી ઘટના છે. આ પહેલા શુક્રવારે અનંતનાગના બિજબેહડામાં CRPFની પાર્ટી પર હુમલો કર્યો હતો. તેમાં એક જવાન શહીદ થયો હતો. બીજી તરફ 5 વર્ષના બાળકનું પણ મોત થયું હતું.

કાશ્મીર ઝોન પોલીસે કરેલા એક ટ્વિટમાં લખ્યું છે કે “જેકેપીએ # સોપોરમાં # ત્રાસવાદી # આક્રમણ દરમિયાન ત્રણ વર્ષના છોકરાને ગોળીઓનો શિકાર બનતા બચાવ્યો. @JmuKmrPolice (sic),” કાશ્મીર ઝોન પોલીસે લખેલા એક ટ્વિટમાં લખ્યું છે.

બીજી તરફ, CRPF પાર્ટી પર આતંકી હુમલાની વચ્ચે ત્રાલમાં પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

સુરક્ષાદળોને પુલવામા જિલ્લાના ત્રાલમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાનું ઇનપુટ મળ્યું હતું. ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.