J&K: કલમ 370 હટી પણ સરકારી ઈમારતો પરથી રાજ્યનો વિશેષ ધ્વજ ઉતારાયો નથી

0
28

શ્રીનગર, તા.9 ઓગષ્ટ 2019, શુક્રવાર

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાઈ છે. આમ છતા જમ્મુ કાશ્મીરની ઈમારતો પર તિરંગાની સાથે સાથે જમ્મુ કાશ્મીરનો વિશેષ ધ્વજ લહેરાતો જોઈ શકાય છે.

કલમ 370ના ભાગરુપે અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં ભારતના રાષ્ટ્રધ્વજની સાથે સાથે જમ્મુ કાશ્મીરનો ધ્વજ પણ ફરકાવાતો હતો. હવે કલમ 370 હટી જવાથી જમ્મુ કાશ્મીરમાં પણ ભારતના બીજા રાજ્યોની જેમ માત્ર રાષ્ટ્ર ધ્વજ જ ફરકતો રહેશે.

સરકારે જેવી કલમ 370 હટાવવાની જાહેરાત કરી કે જમ્મુ કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ નિર્મલસિંહે પોતાની કાર પરથી જમ્મુ કાશ્મીરનો વિશેષ ધ્વજ ઉતારી લીધો હતો. જોકે સરકારી ઈમારતો પરથી હજી આ ધ્વજ ફરકતો જોવા મળી રહ્યો છે.

સરકારી અધિકારીઓનુ કહેવુ છે કે, હજી સુધી કેન્દ્ર સરકાર તરફથી ધ્વજ હટાવવા માટે આદેશ મળ્યો નથી. જેવો કેન્દ્ર સરકારનો આદેશ આવશે તે સાથે જ વિશેષ ધ્વજ હટાવી લેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here