J&K: અશાંતિ સર્જવા માટે દર મહિને આઠ લાખ મળતા હતા

0
15

દિલ્હી, તા.8 ઓગસ્ટ 2019, ગુરૂવાર

સ્વર્ગ સમા જમ્મુ કશ્મીરને સતત સળગતું રાખવા વિભાજનવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને પાકિસ્તાન તરફથી દર મહિને છથી આઠ લાખ રૂપિયા મળતા હતા એવું ગિલાનીના નિકટવર્તી સાથીએ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું હતું.

તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં આ માણસે કહ્યું હતું કે ગિલાની જે ભંડોળનો વપરાશ કરતા હતા એ ભંડોળમાં દર મહિને એક ગુપ્ત સ્રોત દ્વારા એમને છથી આઠ લાખ રૂપિયા કશ્મીરમાં અશાંતિ ચાલુ રાખવાના મહેનતાણા રૂપે મળતા હતા.

હાલ ગિલાની જ્યુડીશિયલ કસ્ટડીમાં છે. જમ્મુ કશ્મીરના એેક બહુ મોટા ગજાના વિભાજનવાદી નેતાએ આ એકરાર કરતાં કહ્યું હતું કે મોટા ભાગના લોકોને ગિલાનીને મળતા આ ભંડોળ વિશે કશી જાણકારી નહોતી. ગિલાની દર સપ્તાહે આ ભંડોળની વિગતો જાતે નષ્ટ કરી નાખતા હતા. સાક્ષીએ ઇન્ડિયન ક્રીમીનલ પ્રોસિજર કૉડની 164મી કલમ હેઠળ આ એકરાર કર્યો હતો. તેના નિવેદનને રેકોર્ડ કરી લેવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here