Monday, October 18, 2021
HomeJMMની રેલીમાંથી પરત આવી રહેલી બસ બેકાબુ થઈ ઝાડ સાથે અથડાઈ, 5નાં...
Array

JMMની રેલીમાંથી પરત આવી રહેલી બસ બેકાબુ થઈ ઝાડ સાથે અથડાઈ, 5નાં મોત

દેવઘરઃ ઝારખંડ મુક્તિ મોર્ચા (ઝામુમો)ની રેલીમાંથી પરત ફરી રહેલી બસ રવિવારે સારઠ-પાલોજોરી મુખ્ય માર્ગ પર બેકાબુ બનતા ઝાડ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર ત્રણ મહિલા, એક પુરુષ અને એક બાળકનું મોત થયું છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર અર્થે દેવઘર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મુસાફરો દુમકોમાં શનિવારે યોજાયેલી 40માં ઝારખંડ દિવસની રેલીમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતા જ દેવઘરનાં શ્રમ તથા નિયોજન મંત્રી રાજ પાલીવાલએ મૃતકો તથા ઘાયલોનાં પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત મૃતકોનાં પરિવારજનોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવા અંગેની જાહેરાત પણ કરી હતી.

બસમાં આશરે 40થી 45 યાત્રીઓ સવાર હતા. દુર્ઘટનામાં પવન (38) સુરજમુની સોરેન (50), વર્ષીય ગુલમ્બી મુર્મુ (27), બદન હાંસદા (60) અને સુનીલ મરાંડી (8) સહિત 5 લોકો મોતને ભેટ્યા હતા. પૂર્વ સ્પીકર શશાંક શેખર ભોક્તા અને પૂર્વ મંત્રી અને મધુપુર હાજી હુસૈન અંસારીએ ઘાયલોની મુલાકાત લીધી હતી. સારઠ કોમ્યુનિટી સેન્ટરમાં જરમુંડીનાં ધારાસભ્ય બાદલ પત્રલેખ અને એસડીપીઓ અરવિંદ ઉપાધ્યાય સહિત ઘણા અધિકારી પહોંતચ્યા હતા. ગંભીર રૂપે ઘવાયેલા લોકોને દેવઘર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments