JNUમાં ભડકાઉ ભાષણ મામલે 3 વર્ષ બાદ દાખલ થશે ચાર્જશીટ, જાણો કેટલાના છે નામો

0
16

જવાહર લાલ નેહરુ યૂનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત 10 લોકો વિરુદ્ધ દિલ્હી પોલીસ આજે ચાર્જશીટ દાખલ કરશે. ભડકાઉ ભાષણ મામલે આ તમામ આરોપી વિરુદ્ધ 3 વર્ષ બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થશે. વર્ષ 2016માં આ મામલે પોલીસે કનૈયા કુમારની ધરપકડ પણ કરી હતી.

ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જેઅનયૂમાં દેશ વિરોધી નારેબાજી 7 કાશ્મીરી છાત્રોએ કરી હતી. તેમાં ઉમર ખાલિદ આ તમામના સંપર્કમાં હતો અને તેને કેમ્પસમાં આયોજિત કાર્યક્રમમાં પણ બોલાવાયો હતો. તેના પર આઈપીસીની કલમ 124A 147, 149 અને 120B હેઠળ કેસ નોંધાયો છે. ચાર્જશીટમાં 12માંથી 36 આરોપીઓના નામ છે. જેમાં વિદ્યાર્થી સંધના નેતા શેહલા રશીદ અને સીપીઆઈ સાંસદ ડી રાજાની દીકરી અપરાજિતા રાજાનું પણ નામ છે.

કનૈયા સહિત અન્ય વિદ્યાર્થીઓએ જેએનયૂના પરિસરમાં સાંસદમાં થયેલા હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી પર લટકાવવાના વિરોધમાં કાર્યક્રમ આયોજિત કરવાનો આરોપ છે. આ કાર્યક્રમમાં તેમણે ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ મામલે દિલ્હી પોલીસ આયુક્ત અમૂલ્ય પટનાયકનું કહેવું હતું કે આ કેસ માટે પોલીસની અલગ અલગ ટીમ કામ કરી રહી હતી અને અનેક રાજ્યોમાં તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here