Saturday, September 18, 2021
Homeજીવનશૈલીજોબ ઓફર : અમેરિકાની ફાઈનાન્સ કંપની હોરર મૂવીઝ જોવા માટે આ કંપની...

જોબ ઓફર : અમેરિકાની ફાઈનાન્સ કંપની હોરર મૂવીઝ જોવા માટે આ કંપની 95,700 રૂપિયાનો પગાર આપશે

હોરર મૂવીઝ જોઈને તમે જરાય અચકાતા ન હો તો તમારા માટે પૈસા કમાવાની એક ઉત્તમ તક છે. અમેરિકાની ફાઈનાન્સ કંપની ફાઈનાન્સબઝ ઓક્ટોબર મહિનામાં 13 હોરર મૂવીઝ જોવા માટે તમને $1300 (આશરે 95,700 રૂપિયા) આપશે.

હોરર મૂવી જોતાં સમયે ફિટબિટ ડિવાઈસ પેહરવું પડશે. આ કામ કરાવવા પાછળ કંપનીનો હેતુ હોરર મૂવીઝનું બજેટ અને અસરકારકતા ચકાસવાનો છે.

ઉમેદવારે 13 મૂવીઝના પ્રોડક્શન અમાઉન્ટનું અનુમાન લગાવી તેને રેન્ક આપવાના રહેશે. 26 સપ્ટેમ્બર સુધી ઉમેદવારે અરજી મોકલવાની રહેશે. 1 ઓક્ટોબરે પસંદગી પામેલા ઉમેદવારને કંપીન મેલ કરશે. જોકે આ નોકરીનો લાભ 18 વર્ષથી વધુ ઉંમરના અમેરિકાના નાગરિકને જ મળશે. ઉમેદવારે આ 13 હોરર મૂવીઝ 9થી 18 ઓક્ટોબર સુધી જોવાની રહેશે:

  • Saw (સૉ)
  • Amityville Horror (એમિટીવિલે હોરર)
  • A Quiet Place (અ ક્વાયટ પ્લેસ)
  • A Quiet Place Part 2 (અ ક્વાયટ પ્લેસ પાર્ટ 2)
  • Candyman (કેન્ડીમેન)
  • Insidious (ઈન્સિડિયસ)
  • The Blair Witch Project (ધ બ્લેર વિથ પ્રોજેક્ટ)
  • Sinister (સિનિસ્ટર)
  • Get Out (ગેટ આઉટ)
  • The Purge (ધ પર્જ)
  • Halloween (2018) (હૅલોઈન)
  • Paranormal Activity (પેરાનોર્મલ એક્ટિવિટી)
  • Annabelle (એનાબેલ)

આ 13 મૂવીઝને ફિટબિટ ટ્રેકર પહેરી જોનાર ઉમેદવારને કંપની 95,700 રૂપિયા સાથે $50 (આશરે 3600 રૂપિયા)નું ગિફ્ટ કાર્ડ પણ આપશે. ઉમેદવાર કંપનીની ઓફિશિયલ સાઈટ પર જોબ માટે અરજી કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments