જો બાઇડને અમેરિકન ચૂંટણી જીતતા પહેલાં જ Tweet દ્વારા કરી દીધી મોટી જાહેરાત

0
19

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતની ગણતરી ચાલુ છે અને હવે મુકાબલો કાંટની ટક્કર છે. આ બધાની વચ્ચે રિપબ્લિકન અને ડેમોક્રેટસની તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોમાં નિવેદનબાજી પણ તેજ થઇ ગઇ છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતની નજીક પહોંચેલા જો બાઇડેન એ આ બધાની વચ્ચે એક મોટી જાહેરાત કરી દીધી છે. બાઇડેનનું કહેવું છે કે તેમની સરકાર બનવા પર અમેરિકા પાછું પેરિસ એગ્રીમેન્ટમાં સામેલ થઇ જશે.

આપને જણાવી દઇએ કે બુધવારના રોજ અમેરિકા સત્તાવાર રીતે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી બહાર થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા સમય પહેલાં આની જાહેરાત કરી હતી અને હવે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી થઇ છે.

 

ડેમોક્રેટ્સની તરફથી ઉમેદવાર જો બાઇડેન એ ટ્વીટ કરી લખ્યું કે આજે ટ્રમ્પ પ્રશાસને સત્તાવાર રીતે પેરિસ કલાયમેટ એગ્રીમેન્ટ છોડી દીધું છે. પરંતુ બરાબર 77 દિવસમાં બાઇડેન મેનેજમેન્ટ તેને ફરીથી જોઇન્ટ કરશે.

આપને જણાવી દઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પની તરફથી આરોપ મૂકવામાં આવ્યો હતો કે ક્લાઇમેટ ચેન્જ માટે સૌથી વધુ રકમ અમેરિકા આપે છે પરંતુ ક્લાઇમેટને સૌથી વધુ નુકસાન ભારત, ચીન જેવા દેશ પહોંચાડે છે. એવામાં તેમણે પણ અમેરિકા જેટલી રકમ આપવી જોઇએ, આટલું કહ્યા બાદ ટ્રમ્પે પેરિસ એગ્રીમેન્ટમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. આ એગ્રીમેન્ટ પર બરાક ઓબામા મેનેજમેન્ટે સાઇન કરી હતી.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મંગળવારના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટ પડ્યા. પરંતુ બુધવાર સુધી પરિણામ સ્પષ્ટ થયા નથી. જ્યારે અમેરિકામાં ઇલેકશન નાઇટને જ તસવીર સ્પષ્ટ થઇ જાય છે, પરંતુ આ વખતે સત્તાવાર વોટ મેલ-ઇન દ્વારા નંખાયા છે, આ જ કારણ છે કે મતની ગણતરીમાં મોડું થઇ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here