‘ધૂમ 4’માં જ્હોન અબ્રાહમ અને રીતિક રોશન એક સાથે જોવા મળી શકે, દીપિકા પાદુકોણ ‘લેડી વિલન’ની ભૂમિકામાં જોવા મળશે

0
5

ફિલ્મ ‘ધૂમ’ની સિરીઝના ચોથા પાર્ટને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. તેને લઈને ફેન્સ પણ ઘણા એક્સાઇટેડ છે. ફિલ્મની પહેલી ફ્રેન્ચાઇઝીમાં, જ્હોન અબ્રાહમ, બીજામાં રીતિક રોશન અને ત્રીજામાં આમિર ખાને જબદરસ્ત એક્શનથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા. મળતી માહિતી અનુસાર, હવે ‘ધૂમ 4’માં જ્હોન અબ્રાહમ અને રીતિક રોશન એક સાથે જોવા મળી શકે છે. તે ઉપરાંત દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં લેડી વિલનના રોલમાં જોવા મળશે.

પહેલી વખત દીપિકા અને જ્હોનની સાથે જોવા મળશે રીતિક

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા અને રીતિક છેલ્લા ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં છે. જો કે, બંનેએ અત્યાર સુધી એક પણ ફિલ્મ સાથે નથી કરી. યશરાજ કોઈપણ રીતે આ બંનેને એક પ્રોજેક્ટમાં સાથે લાવવાના પ્રયાસ ઘણા વર્ષોથી કરી રહ્યા હતા. ‘ધૂમ 4’ દ્વારા હવે તે શક્ય થઈ શકે છે. તે સાથે તેઓ જ્હોન અબ્રાહમને પણ આ ફ્રેન્ચાઈઝી સાથે જોડવાની પણ યોજના બનાવી રહ્યા છે. એક તરફ જ્યાં રીતિક પહેલી વખત દીપિકાની સાથે સ્કીન સ્પેસ શેર કરતો જોવા મળશે. તો બીજી તરફ તે જ્હોનની સાથે પણ પહેલી વખત કામ કરતો જોવા મળશે.

‘ધૂમ 4’ ની કહાની સ્ટાઈલિશ ચોર પર આધારિત હશે

ફિલ્મના કોન્સેપ્ટ વિશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી ફિલ્મની ફ્રેન્ચાઈઝી મેલ એક્ટરના વિલનની આસપાસ રહેતી હતી. પછી ભલે તે જ્હોન હોય, રીતિક હો કે આમિર. જો કે, આ વખતે દર્શકોને ચોથા પાર્ટમાં ટ્વિસ્ટ જોવા મળશે. યશરાજ ફિલ્મની ‘ધૂમ 4’ ને આદિત્ય ચોપરા હવે એક અલગ સ્તર પર લઈ જવા માગે છે. જેના માટે તેમણે મનીષ શર્માને જ ફિલ્મના સ્ક્રિપ્ટિંગ માટે પસંદ કર્યા છે. ‘ધૂમ 4’ની કહાણી એક સુંદર-સ્ટાઇલિશ ચોરની (દીપિકા પાદુકોણ) પર આધારિત હશે. પ્રોડક્શન હાઉસે આ ત્રણેય એક્ટર્સની શૂટિંગ ડેટ્સને લઈને વાતચીત શરૂ કરી દીધી છે. જો બધું યોગ્ય રહ્યું તો ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધી શરૂ થઈ જશે. અપેક્ષા છે કે, આ ફિલ્મને મનીષ જ ડાયરેક્ટ કરશે.

દીપિકા પહેલા મેકર્સે પ્રિયંકાને અપ્રોચ કરી હતી

દીપિકા પહેલા મેકર્સે પ્રિયંકા ચોપરાને આ ચોરની ભૂમિકા માટે અપ્રોચ કરી હતી. જો કે, પ્રિયંકા પાસે ડેટ્સ ન હોવાને કારણે મેકર્સને આખરે દીપિકાને પોતાના ડ્રીમ પ્રોજેક્ટમાં કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here