પોસ્ટર : જ્હોન અબ્રાહમે ‘સત્યમેવ જયતે 2’નો ફર્સ્ટ લુક રિલીઝ કરીને કહ્યું, સત્યનો જ ફરીથી વિજય થશે

0
38

મુંબઈઃ જ્હોન અબ્રાહમે ‘સત્યમેવ જયતે 2’નો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો. જ્હોને સોશિયલ મીડિયામાં ફિલ્મનું પોસ્ટર શૅર કરીને કહ્યું હતું કે સત્યનો જ ફરીથી વિજય થશે. આવતા વર્ષે ગાંધી જયંતી પર, ‘સત્યમેવ જયતે 2.’ પોસ્ટરમાં હિંદીમાં ફિલ્મનું નામ લખ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તન,મન તથા ધનથી ઉપર જન, ગણ, મન છે.

દિવ્યાકુમાર ખોસલાનો લુક પણ જાહેર
‘સત્યમેવ જયતે 2’માં જ્હોનની સાથે દિવ્યાકુમાર ખોસલા જોવા મળશે. પોસ્ટરમાં દિવ્યા વ્હાઈટ ડ્રેસમાં જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં ગ્રીન તથા ઓરેન્જ રંગમાં ભારતનો નકશો બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારની પત્ની દિવ્યા છે.

પહેલો ભાગ હિટ હતો
‘સત્યમેવ જયતે 2’ને પણ મિલાપ ઝવેરી ડિરેક્ટ કરી રહ્યાં છે. ફર્સ્ટ પાર્ટને પણ મિલાપે જ ડિરેક્ટ કર્યો હતો. વર્ષ 2018મા 15 ઓગસ્ટે ‘સત્યમેવ જયતે’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 40 કરોડના બજેટમાં બની હતી અને ફિલ્મે પહેલાં દિવસે 20.52 કરોડની કમાણી કરી હતી. ઓવરઓલ આ ફિલ્મે 89.05 કરોડનો બિઝનેસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here