Wednesday, September 22, 2021
HomeJohn wick 3 : આ ફિલ્મનું ટ્રેલર જોઈ ટાઈગર શ્રોફ કે અક્ષય...
Array

John wick 3 : આ ફિલ્મનું ટ્રેલર જોઈ ટાઈગર શ્રોફ કે અક્ષય કુમારની એક્શન તો બચ્ચુ લાગશે

જેના માથા પર ૧૪ મિલિયન અમેરિકી ડૉલર્સનું ઇનામ છે એવા રીઢા હત્યારાની કથા રજૂ કરતી ફિલ્મ જ્હૉન વીકઃ ચેપ્ટર થ્રી પેરાબેલમનું ટ્રેલર ગુરુવારે સાંજે રિલિઝ કરાયું હતું. લાયન્સગેટ ફિલ્મ્સની આ જોરદાર એક્શન થ્રીલર ફિલ્મમાં કીનુ રીવ્સ મુખ્ય ભૂમિકા કરી રહ્યો છે. કથાનાયકના માથા પર ૧૪ મિલિયન અમેરિકી ડૉલર્સનું ઇનામ છે અને સંખ્યાબંધ ધંધાદારી હત્યારાઓ એની પાછળ છે.

એક શેડોઇ ઇન્ટરનેશનલ ગેંગના બોસ જેવા હાઇ ટેબલ તરીકે ઓળખાતા આદમીની હત્યા કર્યા બાદ જ્હૉનને વિશ્વનો સૌથી ઘાતકી હત્યારો ગણાવાયો છે. એવી સતત દર્શકને જકડી રાખતી કથા ધરાવતી આ ફિલ્મનું ડાયરેક્શન ચેડ સ્ટેહેલ્કીએ કર્યું છે. આ ફિલ્મમાં કીનુ રીવ્સ ઉપરાંત લોરેન્સ ફિશબર્ન, માર્ક ડેકાસ્ડો, એશિયા કેટ ડિલીયન, લાન્સ રેડિક, સૈયદ તગમૌઇ વગેરે પણ ચમકી રહ્યા છે. આ ફિલ્મ ચાલુ વર્ષના મેની ૧૭મીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments