જોની લીવરની પુત્રીએ કહ્યું, કોઈ નેપોટિઝમ નહીં પણ ફેવરિટિઝમ ચાલી રહ્યું છે

0
6

સુશાંતસિંહના નિધન બાદ બોલિવુડમાં નેપોટિઝમને લઈને એક પછી એક કલાકારોના નિવેદન સામે આવી રહ્યા છે. હવે જોની લીવરની પુત્રી જેમીએ નિવેદન આપ્યું છે. બોલિવુડના જાણીતા કોમેડિયન જોની લીવરની પુત્રી જેમી પણ પિતાની જેમ જ પેટ પકડીને હસાવી દે એવી કોમેડી કરે છે. એવોર્ડ ફંક્શનમાં મિમિક્રી અને જોક લેન્ડને લઈને તે ચર્ચામાં આવી હતી. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમને લઈને સોશિયલ મીડિયા પર ઈનસાઈડર્સ અને આઉટસાઈડર્સ વચ્ચે જબરદસ્ત ચર્ચાઓ ચાલી રહી છે.

પણ હું મારી જર્ની વિશે વાત કરીશ. મને ફિલ્મ ચાઈલ્ડ કે સ્ટાર કીડ કહેવડાવું પસંદ નથી. મને એવું લાગે છે કે, જ્યારે લોકો નેપોટિઝમ પર વાત કરે છે ત્યારે તે દરેક સ્ટારકિડને લાગુ પડતું નથી. દરેક સ્ટાર કિડને આ પ્રકારનો કોઈ વિશેષાધિકાર મળતો નથી. મેં મારી આ જર્નીમાં ખૂબ જ મહેનત કરી છે. એક પ્રકારનું ફેવરિટિઝમ ચાલી રહ્યું છે. કોઈ નેપોટિઝમ જેવું કંઈ નહીં પણ ચોક્કસથી એક ફેવરિટિઝમ તો ચાલી જ રહ્યું છે. એ ફેવરિટિઝમ એટલે મિત્રનો દીકરો કે દીકરી છે. તમને ખબર જ કે આ ફેવરિટિઝમમાં પણ એક ચોક્કસ ગ્રૂપ કામ કરી રહ્યા છે. મારા પિતાએ એનું કામ કરી લીધું છે. તેઓ ફિલ્મનો એક શોટ આપવા માટે જતા અને ઘરે પરત આવતા. એ એમની લાઈફ હતી.

તેણે પોતાના પરિવાર, મિત્રો અને ખૂબ જ આસ્થા સાથે લાઈફ વીતાવી છે. પણ અમે ક્યારેય કોઈ ફિલ્મી પાર્ટીનો ભાગ રહ્યા નથી. અમે ક્યારેય આવી ફિલ્મી પાર્ટીમાં ગયા પણ નથી. અમે કોઈ ગ્રૂપના કે ફેવરિટિઝમના સભ્ય નથી. મારા પપ્પાએ કોમેડી કરી પણ ફિલ્મીવેળા કર્યા નથી. હું મારા માતા-પિતાના એક ખૂબ જ સંસ્કારી બેગ્રાઉન્ડમાંથી આવું છું. જ્યારે મે આ ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું ત્યારે મારા પિતાએ મારા માટે કોઈને એક પણ ફોન કર્યો નથી. તેણે ક્યારેય કોઈને કહ્યું નથી કે, મારી દીકરી આવી રહી છે એને લૉન્ચ કરવાની છે. મે ઘણા ફોન કર્યા છે અને કોમેડી ક્લબ માટે ઓડિશન આપ્યા છે. કાસ્ટ ડાયરેક્ટરને પણ જ્યારે ફોન કરીને કહેતી ત્યારે એટલું કહેતી કે, હૈલો હું જામી બોલું છું. હું જોની લીવરની પુત્રી છું. શું હું ઓડિશન માટે આપને ત્યાં આવી શકું. આવું કહીને હું ક્યારેય કોઈ પાસે દોડી નથી. પિતાએ પણ એટલી જ મહેનત કરી છે હું પણ એટલી મહેનત કરી રહી છું. વર્ષ 2015માં મને મારી પ્રથમ ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરૂ’ મળી. પછી મે ટીવી શૉ કર્યા. ઘણા લોકો મને પૂછે છે કે, તમે ફિલ્મ કેમ ન કરી. મે કહ્યું મને એવી કોઈ ઓફર્સ મળી નથી. હું કોઈ ગ્રૂપનો ભાગ નથી.