અમદાવાદ : અમે ભાજપમાં જોડાઈશુ, અલ્પેશ અને ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરીશુઃ ધવલસિંહ ઝાલા

0
43

અમદાવાદઃ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ હજુ સુધી એકપણ પક્ષમાં જોડાયા નથી. જેને લઈને આજે અલ્પેશ ઠાકોરના ઘરે ઠાકોર સમાજની કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કોર કમિટીએ બન્નેને ભાજપમાં જોડાવા માટે સહમતિ આપી હતી. જો કે આ દરમિયાન અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યો હતો. આ બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હવે અમે ભાજપમાં જોડાઈશુ. આ અંગે ભાજપના નેતાઓ અને અલ્પેશ ઠાકોર સાથે ચર્ચા કરવામાં આવશે. આ અંગે ઓબીસી એકતામંચને પૂછીને નિર્ણય લેવામાં આવ્યો છે. સંગઠન ઈચ્છે છે કે, અમે ભાજપમાં જોડાઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here