મહિલાઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે નહીં પણ નાણાકીય સલામતી માટે BSFમાં જોડાય છે

0
0

નવી દિલ્હી, તા. 8 સપ્ટેમ્બર 2019 સોમવાર

દેશના સૌથી મોટા સરહદી દળ BSFમાં કોન્સટેબલ સ્તરે જોડાતી મહિલાઓનો હેતુ દેશની સેવા નહીં બલકે નાણાકીય સ્થિરતા જ હોય છે. એમ પહેલી જ વાર કરાયેલા એક સર્વે દ્વારા જાણવા મળ્યું હતું. દળના એક અધિકારી કે. ગણેશ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે સરહદની સુરક્ષા સાથે જોડાયેલા આ દળમાં કામ કરતી બહુમતી મહિલાઓ સાથે ફરજ દરમિયાન ક્યારે પણ છેડતી કરવાના બનાવ બનતા નથી.

મોટા ભાગે પુરૂષોનો જ ઇજારો ધરાવતા કોઇપણ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં કામ કરતી મહિલાઓની સમસ્યાઓને સમજવા માટે કરવામાં આવેલો આ પ્રથમ પ્રયાસ અને અભ્યાસ હતો. ઉપરાંત સરકારની પણ યોજના આ દળમાં 15 ટકા મહિલાઓની સંખ્યા વધારવાની છે.

બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ નામની દેશની પોલિસી થીંકટેન્કના છેલ્લા અંકમાં પ્રસિધ્ધ કરાયેલા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે મોટાભાગની મહિલા કર્મીઓને મહિલા ડોકટરની સેવા મળતી નહતી. ઉપરાંત તેમના માસિક પીરીયડનીમાં તેમને યોગ્ય આરામ પણ મળતો નથી.

પુરૂષ કર્મીઓ દ્વારા સામાન્ય રીતે જે શબ્દપ્રયોગ કરાય છે તે તેમને અપમાન જનક લાગે છે.આશરે 2.65 લાખની સંખ્યા ધરાવતા સરહદી સુરક્ષા દળને જવાબદારી દેશની સૌથી મહત્ત્વની પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની સરહદની રક્ષા કરવાની છે. ઉપરાંત આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ અને નકસલોનો પણ સામનો કરવાનો હોય છે.

‘BSFમાં જોડાવાવ માટે આ મહિલાઓ પાસે સોથી મોટું કારણ નાણાકીય સધ્ધરતા હોય છે. 80 ટકા કરતાં વધુ મહિલાઓએ કહ્યું હતું કે તેઓ નોકરી અથવા તો નાણઁકીય સ્થિરતા માટે જ આમાં જોડાયા હતા. 55 પૈકી માત્ર 11 મહિલા કર્મીઓએ કહ્યું હતું કે તેઓ દેશની સેવા કરવા માટે જોડાઇ હતી, એમ આ અભ્યાસમાંથી જાણવા મળ્યું હતું.

અભ્યાસ અનુસાર, 50 ટકા કરતાં વધુ મહિલાઓએ કહ્યું હતું કે તેઓ 20 કરતાં પણ ઓછા સમયમાં આ નોકરી છોડી દેશે અને માત્ર 18 ટકા મહિલાઓએ જ કહ્યું હતું કે તેઓ નિવૃત્ત થાય ત્યાં સુધી નોકરી કરશે.’સર્વેમાં આવરી લેવાયેલા મોટા ભાગની મહિલાઓએ કહ્યું હતું કે દળમાં જોડાયા પછી સમાજમાં તેમની આબરૂ વધી હતી’એમ તેમાં કહેવાયું હતું.

સરળતાથી મળતી રજાઓ, પોતાના અને પરિવાર માટે આરોગ્યની સેવાઓ, કેન્ટીનની સગવડ અને સખત મહેનત અને જોખમી કામ માટે મળતુ ભથ્થું તેમને આ કામ માટે આકર્ષે છે.વિવિધ સરહદે તૈનાત 55 મહિલાઓને આ સર્વેમાં આવરી લેવાઈ હતી. તેમને નોકરીથી સંતોષ છે? શારીરીક છેડતી કરાય છે? લિંગ ભેદનો શિકાર બને છે? તેમજ ક્યા ક્યા મુદ્દાઓ તેમને આ દળમાં જોડાવાવ પ્રેરિત કરે છે? જેવા વિવિધ સવાલો તેમને પૂછાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here