રાધનપુરમાં જામ્યો ચૂંટણી નો જંગ, ગુજરાત  એનસીપીના  મહામંત્રી રેશ્મા પટેલે સંબોધી સભા

0
0
રાધનપુરમાં પેટાચૂંટણીનો જંગ દિવસેને દિવસે જામતો જાય છે ત્યારે આ ચૂંટણીમાં સીધી ટક્કર કોંગ્રેસ ના ઉમેદવાર રઘુ ભાઈ દેસાઈ -ભાજપ ના ઉમેદવાર અલ્પેશ ઠાકોર  અને એનસીપીના ઉમેદવાર ફરસુ ભાઈ ગોકલાણી  સામે દેખાઈ રહી છે. જેમાં કોંગ્રેસ – ભાજપ ના ઉમેદવાર બહારથી આવેલ હોઇ  એનસીપી દ્વારા સ્થાનિક ઉમેદવાર ફરસુભાઈ ગોકલાણી ને ટીકીટ આપતા ત્રિપાખીયો જંગ થયો  છે ત્યારે રાધનપુર તાલુકાના શેરગંજ ગામે એનસીપી ના ઉમેદવાર દ્વારા  સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં એનસીપીના પ્રદેશ મહામંત્રી રેશમાબેન પટેલ દ્વારા સભાને સંબોધી હતી અને એનસીપીના ઉમેદવાર ફરસુભાઇ ગોકલાણી ને જીતાડવા માટે મતદારોને આહવાન કરવામાં આવ્યુ હતું બીજીબાજુ તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત દ્વારા ગુજરાતમાં વેચાતા દારૂને લઈ જે નિવેદન આપ્યું હતું તે  નિવેદનને રેશ્મા પટેલ દ્વારા સંમતિ દર્શાવવામાં આવી હતી અને જણાવ્યું હતું કે આજેય ગુજરાતમાં દારૂ વેચાય છે અત્યારે તો નિવેદનોને લઈને કોંગ્રેસ ભાજપ અને એનસીપી ના પ્રદેશ નેતાગીરી દ્વારા રાધનપુર 16 વિધાનસભામાં પોત પોતાના ઉમેદવારોને જીતાડવા માટે સભાઓ ગજવવા માં આવી રહી છે હવે જોવાનું એ રહ્યું કે રાધનપુર 16 વિધાનસભાના મતદારો કોને ચૂંટીને મૂકે છે એ તો આવનારો સમય બતાવશે.
રિપોર્ટર : અકીલ મલેક , CN24NEWS, રાધનપુર, પાટણ                

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here