પત્રકારોએ નાણાં મંત્રાલયની પ્રેસ કોંફરન્સનો કર્યો બહિષ્કાર

0
38

નવી દિલ્હી : નાણાં મંત્રાલય દ્વારા પ્રવેશ પર પ્રતિબંધ મુકાયા બાદ હવે તેને કવર કરનારા પત્રકારો વચ્ચે સંબંધો સંવેદનશીલ થઇ ગયા છે. હવે તેમાં એક નવો અધ્યાય ઉમેરાયો હોય એમ પત્રકારોએ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદનો બહિષ્કાર કરી દીધો હતો. આ ઘટનાને સરકાર માટે મોટી શરમ માનવામા આવી રહી છે કેમ કે થોડા અઠવાડિયા અગાઉ નાણાં મંત્રાલય કવર કરનારા મોટાભાગના પત્રકારોએ નોર્થ બ્લોકમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આયોજીત ડિનરનો પણ બહિષ્કાર કર્યો હતો.

વિગતો અનુસાર ગઈકાલે નેશનલ મીડિયા સેન્ટરમાં પત્રકાર પરિસદ દરમિયાન પત્રકારોને કહેવામાં આવ્યું હતું કે તે અધિકારીઓ ફક્ત નિવેદન જ વાંચશે તે કોઈ પ્રશ્નનો જવાબ નહીં આપે. ઉપયુક્ત સૂચના બાદ પત્રકારોએ બહિષ્કાર કરીને સેન્ટરમાંથી બહાર નીકળી ગયા હતા.

નાણામંત્રીના આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે મીડિયાના સવાલોના જવાબ આપવાનો ઇન્કાર કરીને કહ્યું હતું કે તે ઉચ્ચ અધિકારીઓની સલાહ લઈને જણાવશે કે મીડિયાના સવાલના જવાબ આપવા કે નહીં. ત્યારબાદ પત્રકારોએ તેમની રાહ જોઈ જોઈ રહ્યા હતા પરંતુ તેઓ પરત ફર્યા નહોતા. આ ઘટના વચ્ચે પત્રકારો સવાલ પૂછવા મક્કમ હતા અને તેઓએ સરકારનું એકતરફી નિવેદન સાંભળવાંનો ઇન્કાર કરી દીધો હતો.

આ અગાઉ પત્રકારત્વની સ્વતંત્રતાની રક્ષા કરવા માટે અભૂતપૂર્વ એકતાનું પ્રદર્શન કરતા નાણાં મંત્રાલય કવર કરનારા 100થી વધુ પત્રકારોએ નાણાંમંત્રી નિર્મળ સીતારામ દ્વારા પત્રકારો માટે આયોજિત પોસ્ટ બજેટ ડિનરનો બહિષ્કાર કર્યો હતો. તે સમયે કેન્દ્રીય નાણાં મંત્રાલયના નોર્થ બ્લોકમાં મીડિયાના પ્રવેશ પર રોક લગાવવામાં આવી હતી. ત્યારબાદ મંત્રાલયમાં ફક્ત માન્યતા પ્રાપ્ત એવા પત્રકારોને જ અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે જેઓએ પહેલેથી અધિકારીઓ પાસે પ્રવેશની મંજૂરી માંગી હશે.

જો કે આ સંબંધમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણના કાર્યાલય દ્વારા જારી એક સ્પષ્ટીકરણમાં કહેવામાં આવ્યું હતું કે નાણાં મંત્રાલયની અંદર મીડિયાકર્મીઓના પત્રકારોના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી પરંતુ પ્રવેશ મુદ્દે એક પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે જેનું તમામ પત્રકારે પાલન કરવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here