અભિષેક બચ્ચને કહ્યું, પપ્પાએ મારા માટે ક્યારેય કોઈ ફિલ્મ ન બનાવી, તેમણે ક્યારેય મારી મદદ ન કરી

0
8

અભિષેક અને અમિતાભ બચ્ચન. અભિષેક બચ્ચને 2000માં ફિલ્મ ‘રેફ્યુજી’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું.

અભિષેક બચ્ચને બોલિવૂડમાં ચાલી રહેલા નેપોટિઝ્મના વિવાદ મુદ્દે પોતાની વાત રજૂ કરી છે. તેના જણાવ્યા મુજબ તો 20 વર્ષના ફિલ્મી કરિયરમાં ક્યારેય તેના પિતા અમિતાભ બચ્ચને તેની મદદ નથી કરી. તે કહે છે કે કોઈપણ એક્ટરને લાંબા કરિયરમાં માત્ર ઓડિયન્સની એક્સ્પેક્ટેશન મદદ કરી શકે છે.

‘પપ્પાએ મારા માટે કોઈ ફિલ્મ નથી બનાવી’
ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં અભિષેકે પિતા અમિતાભને લઈને કહ્યું કે, ‘હકીકત એ છે કે તેમણે ક્યારેય કોઈનો ફોન પણ નથી ઉઠાવ્યો. તેમણે ક્યારેય મારા માટે ફિલ્મ નથી બનાવી. આનાથી ઊંધું મેં તેમના માટે ‘પા’ પ્રોડ્યુસ કરી હતી. કહેવાનો અર્થ છે કે તેમણે ક્યારેય મારી મદદ નથી કરી.’અભિષેકે આગળ જણાવ્યું કે, ‘લોકોએ સમજવું જોઈએ કે આ એક ધંધો છે. પહેલી ફિલ્મ પછી જો તેમને તમારામાં કઈ ન દેખાયું તો ફિલ્મ નંબર્સ નહીં મેળવી શકે તો તમને નેક્સ્ટ જોબ નથી મળવાની. આ જિંદગીની કડવી હકીકત છે.’

‘જાણું છું કઈ ફિલ્મોમાં રિપ્લેસ કરવામાં આવ્યો’
અભિષેકના જણાવ્યા મુજબ, તે સારી રીતે જાણે છે કે ઇન્ડસ્ટ્રી કઈ રીતે કામ કરે છે. તેણે કહ્યું, ‘જ્યારે મારી ફિલ્મો ન ચાલતી તો મને ખબર હતી. મને ખબર છે કે મને કઈ ફિલ્મોમાં રિપ્લેસ કરવામાં આવ્યો છે. હું એ ફિલ્મો વિશે જાણું છું જે બની ન શકી. જે શરૂ તો થઇ પરંતુ તેમની પાસે બજેટ ન હતું. આવું એટલા માટે કારણકે તે સમયે હું બેંકેબલ ન હતો. અમિતાભ બચ્ચનનો દીકરો અહીંયા છે.’

ગમતા રોલ પર શાહરુખની સલાહ યાદ કરી
જ્યારે આ ઇન્ટરવ્યૂમાં અભિષેકને તેના ગમતા રોલ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘જ્યારે હું ફિલ્મોમાં આવ્યો ન હતો ત્યારે શાહરુખ ખાને મને કહ્યું હતું કે હંમેશાં યાદ રાખજે, તારો ગમતો રોલ તે હોવો જોઈએ, જે તું તે સમયે કરી રહ્યો છે. જો તે તારો ગમતો રોલ નથી તો પછી શું કામ કરી રહ્યો છો.’

12 નવેમ્બરે આગામી ફિલ્મ રિલીઝ થશે
અભિષેક બચ્ચન આ વર્ષની શરૂઆતમાં છેલ્લે વેબ સિરીઝ ‘બ્રીધ 2’માં દેખાયો હતો અને તેના રોલના ઘણા વખાણ થયા હતા. તેની આગામી ફિલ્મ ‘લુડો’ 12 નવેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે જેને અનુરાગ બાસુએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અભિષેક સિવાય આદિત્ય રોય કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા પણ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here