Thursday, January 16, 2025
HomeગુજરાતGUJARAT: આજથી ગુજરાતની ગંગા સમાન નર્મદાનો જયંતી મહોત્સવ .....

GUJARAT: આજથી ગુજરાતની ગંગા સમાન નર્મદાનો જયંતી મહોત્સવ …..

- Advertisement -

આજથી ગુજરાતની ગંગા સમાન નર્મદાનો જયંતી મહોત્સવ …..

સમગ્ર વિશ્વમાં એકમાત્ર નર્મદા માતાની પરિક્રમા શકાય છે ત્યારે નર્મદા માતાને ગુજરાતની ગંગા સમાન પવિત્ર ગણવામાં આવે છે. આવી પવિત્ર નર્મદા માતાનો શ્રી 26 મો નર્મદા મહોત્સવની શરૂઆત આજથી એટલે કે તા.8-2-24 ના ગુરૂવારથી શરૂ થાય છે. આ મહોત્સવ તા.16-2-24ને શુક્રવાર સુધી ચાલશે. મહોત્સવના દિવસો દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. શ્રીશ્રીશ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજી મહારાજના પાવન સાંનિધ્યમાં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવા અંગેની શરૂઆત થઈ ગઈ છે.

માતા નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાતના ઘરે ઘર તેમજ ખેતર ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય, પશુ-પક્ષી, વૃક્ષ તથા જીવ જંતુઓના જીવનની રક્ષા કરે. કોઈપણ જીવ પાણી વિના તરસ્યો ન રહે તે માટેની ખાસ કામના કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતની પ્રજા અને ગુજરાતનો ખેડૂત આબાદ બને તેમજ ગુજરાત રાજય સમગ્ર વિશ્વમાં સ્વર્ગ સમાન સુખ આપતો બને તેવા મહાસંકલ્પને પુર્ણ કરવા આ દિવ્ય મહોત્સવમાં ઉપસ્થિત રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે ત્યારે શ્રી ગાયત્રી મહાપુરાણ કથા કે જેમાં સંગીતનો પણ સમાવેશ કરવામાં આવે છે તેનો શુભારંભ આજે તા.8-2-24 ના ગુરૂવારે બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. પ્રથમ દિવસે બપોરના 3 થી સાંજે 6 કલાક સુધી કથા યોજાશે તેમજ આ કથા તા.14-2-24 ના બુધવાર સુધી બપોરના સમયે યોજાશે.

કથાની પુર્ણાહુતિ તા.14-2-24 ના બુધવારે સાંજે 5.30 કલાકે યોજવામાં આવેલ છે. કથાના વ્યાસપીઠ પદે પ્રખર વકતા શ્રીશ્રીશ્રી 1008 મહામંડલેશ્વર દ્વિતિય પીઠાધીશ્વર માતા સત્યાનંદગીરીજી ઉપસ્થિત રહેશે. જેઓ કથાનું રસપાન કરાવશે. આ કથા અંગે શોભાયાત્રા આજે તા.8-2-24 ના ગુરૂવારે બપોરે 3 કલાકે યોજાયેલ છે. તમામ કાર્યક્રમો વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલખધામ નર્મદા કિનારે ઝાડેશ્વર ખાતે યોજાશે જેનુ સંચાલન અને માર્ગદર્શન શ્રી મહામંડલેશ્વર માતા શિવાનંદગીરીજી, શ્રી મહંત સ્વામી જૈમિનીગીરીજી તેમજ શ્રી મહંત સ્વામી પુલસ્યગીરીજી કરશે.

સમગ્ર ભરૂચ જિલ્લા અને રાજયમાં મા નર્મદા માતા ગુજરાતની ગંગા તરીકે ઓળખાય છે ત્યારે નર્મદા જયંતિ મહોત્સવનું આકર્ષણ માત્ર જિલ્લામાં જ નહી પરંતુ સમગ્ર રાજયમાં હોવાના કારણે આ મહોત્સવ દરમ્યાન ખુબ મોટી સંખ્યામાં નર્મદા માતાના ભકતો ઉમટી પડે તેવી સંભાવના જણાય રહી છે. હાલ તુરત નર્મદા જયંતિ મહોત્સવને સફળ બનાવવા માટે કાર્યકરો અને આગેવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે.

તા.15ના ગુરૂવારે સવારે 8 કલાકે શ્રી 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ ? તે જ દિવસે રાત્રે સંતવાણી તથા ડાયરાનું આયોજન ?તા.16-2-24 ના શુક્રવારે 4 કલાકે સવાલાખ દિવડાની મહાઆરતી, અન્નકુટ, આતશબાજી, 1000 નંગ સાડી અર્પણ, મહાઅભિષેક તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular