અમદાવાદ : જુહાપુરાના કૂખ્યાત હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદે કોમ્પ્લેક્સ તોડી પડાયું, કોર્પોરેશન-પોલીસની કાર્યવાહી

0
40

શહેરના જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવાની કામગીરી આજે સવારથી શરૂ કરવામાં આવી છે. વેજલપુર પોલીસના બંદોબસ્ત સાથે આજે સવારથી બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુ જાતે પોલીસ બંદોબસ્તમાં હાજર રહી ગેરકાયદેસર કોમ્પ્લેક્સ તોડવાની કામગીરીમાં હાજર રહ્યા છે. જુહાપુરા વિસ્તારમાં અનેક જગ્યાએ ગેરકાયદે બાંધકામ- કોમ્પ્લેક્સ આવેલા છે.

પોલીસને સાથે રાખી કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી
(પોલીસને સાથે રાખી કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી)

 

ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ

એક મહિના પહેલા ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યા બાદ વેજલપુર સરખેજ વિસ્તારમાં કૂખ્યાત હિસ્ટ્રીશીટર ગુનેગાર એવા નઝીર વોરાના ઘરે દરોડા પાડ્યા હતા અને વીજ ચોરી ઝડપી પાડી હતી. ટોરેન્ટ પાવરના અધિકારીઓને સાથે રાખી સમગ્ર વીજ કૌભાંડ ઝડપાયું હતું. વીજ કંપની દ્વારા આપવામાં આવેલા વીજ કનેકશનમાં પંક્ચર કરી અન્ય કેબલ મારફતે મોટાપાયે વીજ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું હતું અને વેજલપુર પોલીસ અને UGVCL પોલીસ સ્ટેશનમાં પણ આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. વીજ કૌભાંડ બાદ હવે કોર્પોરેશન દ્વારા નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામના કૌભાંડ પર તવાઈ બોલાવવામાં આવી છે. અને આજે નઝીર વોરાનું ગેરકાયદે કોમ્પ્લેક્સ તોડવામાં આવ્યું છે.

કોણ છે નઝીર વોરા?

રાજ્યના કુખ્યાત એવા લતીફના સમયમાં લતીફના ખાસ માણસ ગણાતાં અબ્દુલ વહાબના જીગરી મિત્ર અને ત્યારબાદ એક જમીન બાબતે દુશ્મન બની ગયેલા અને વેજલપુર- જુહાપુરા વિસ્તારમાં ‘બિલ્ડર’ના વ્યવસાયની આડમાં અનેક ગુનાઓ કરનાર વ્યક્તિ નઝીર વોરા છે. નઝીર વોરાએ પોતાની ધાક જમાવી વેજલપુર-જુહાપુરા વિસ્તારમાં ચાર-પાંચ બિલ્ડિંગો બનાવીને બિલ્ડર બની બેઠો હતો. નઝીરને અબ્દુલ વહાબનો ખાસ માણસ ગણવામાં આવતો હતો. વર્ષોથી વેજલપુરનાઅને જુહાપુરા તરફ સોનલ સિનેમા વિસ્તારમાં આવેલા અને જે તે સમયે ઔડા વિસ્તારમાં આવેલી સોનલ સિનેમા થિએટરની આખીય જમીન ઉપર કબજો કરીને બેઠેલા નઝીર વોરાને તેના જ વિસ્તારમાં આવીને તેના દુશ્મનો નઝીર વોરા ઉપર ફાયરિંગ પણ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here