જુહી ચાવલાની ડાયમંડ ઇયરરિંગ્સ મુંબઈ એરપોર્ટ પરથી ગુમ, એક્ટ્રેસે શોધી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરી.

0
14

જુહી ચાવલાની ડાયમંડની ઈયરરિંગ્સ મુંબઈ એરપોર્ટ પર ક્યાંક પડી ગઈ. સોશિયલ મીડિયામાં ઈયરરિંગ્સ શોધી આપનારને ઈનામ આપવાની વાત કહી છે.

જુહી ચાવલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘સવારે (રવિવારે)’ હું મુંબઈ એરપોર્ટના ગેટ નંબર 8 પર જતી હતી. એમીરેટ્સ કાઉન્ટર પર મેં ચેક-ઈન કર્યું, સિક્યોરિટી ચેક થયું, પરંતુ આ દરમિયાન મારી ડાયમંડની બુટ્ટી ક્યાંક પડી ગઈ. જો કોઈ મારી મદદ કરે તો હું ઘણી જ ખુશ થઈશ. તમે પોલીસને માહિતી આપો, હું તમને ઈનામ આપીશ. આ મેચિંગ પીસ છે. હું છેલ્લાં 15 વર્ષથી આ પહેરું છું. પ્લીઝ, શોધવામાં મારી મદદ કરો.’

આ પોસ્ટની સાથે જુહીએ ઈયરરિંગ્સની તસવીર પણ શૅર કરી છે.

હાલમાં જ એરપોર્ટ પર ખરાબ સર્વિસનો આક્ષેપ મૂક્યો હતો

ઉલ્લેખનીય છે કે જુહી ચાવલાએ મુંબઈ એરપોર્ટના અધિકારીઓ પર ખરાબ સર્વિસનો આક્ષેપ મૂકીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. જુહી ચાવલાએ સોશિયલ મીડિયામાં ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે ખરાબ વ્યવસ્થાને કારણે પેસેન્જર્સે લાંબો સમય રાહ જોવી પડે છે.

એક્ટ્રેસ હોવાની સાથે ફાર્મર પણ

એક ઈન્ટરવ્યુમાં જુહી ચાવલાએ કહ્યું હતું કે તે પોતે એક ખેડૂત છે. મહારાષ્ટ્રના વડામાં તેની 20 એકર જમીન છે અને તેમાં તે ખેતી કરે છે. પહેલાં તેના પિતા અહીં ખેતી કરતા હતા, પરંતુ તેમના અવસાન બાદ તે જ આ બધું સંભાળે છે. શરૂઆતમાં તેને કંઈ જ ખબર નહોતી પડતી, પરંતુ છેલ્લાં 9 વર્ષથી તે ફાર્મિંગ કરે છે. કેરીનાં 200 ઝાડ છે. આ સિવાય ચીકુ, પપૈયું, દાડમ સહિત વિવિધ ફ્રૂટ્સના છોડ પણ છે. ઓર્ગેનિક ફળો સિવાય જુહી અન્ય એક ફાર્મ હાઉસમાં શાકભાજી ઉગાડે છે. આ જગ્યા માંડવામાં છે. આ ફાર્મ હાઉસ જુહીએ ખરીદ્યું હતું. તેણે કહ્યું હતું કે તેની પાસે ઈન્વેસ્ટ કરવા માટે કેટલાક રૂપિયા હતા અને કોઈએ તેને જમીનમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. અહીં તેણે 10 એકર જમીન ખરીદી અને તે શાકભાજી ઉગાડે છે. જુહી ચાવલાએ કહ્યું હતું કે તેના પતિ જય મહેતાની મુંબઈમાં એક રેસ્ટોરાં છે અને ત્યાં તેના ખેતરમાં ઉગેલા શાકભાજીમાંથી જ વસ્તુઓ બનાવવામાં આવે છે. નોંધનીય છે કે જય મહેતા ગુજરાતી છે અને મહેતા ગ્રુપ પાસે 2800 કરોડથી વધુની સંપત્તિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here