Sunday, February 25, 2024
Home11 જુલાઈનું રાશિફળ
Array

11 જુલાઈનું રાશિફળ

- Advertisement -

મેષ રાશિ –

પોઝિટિવ- લોકો સાથે વાતચીત કરીને તમારે નેકવર્ક બનાવવું જોઈએ. તમારી કલ્પના તમને નવી વસ્તુઓ શીખવાડશે. બુદ્ધિશાળી વ્યક્તિની સલાહ મળી શકે છે.

નેગેટિવ- કોઈ નિર્ણય તમારી કલ્પનાના આધારે કરવો નહીં. નકારાત્મક વિચાર તમારા મનમાં આવી શકે છે. આજે મહત્વની બાબતને લઈને નિર્ણય કરશો. મુશ્કેલી આવશે. કામ અધૂરા રહી શકે છે. કામ શરૂ કરવા માટે આત્મવિશ્વાસનો અભાવ રહેશે.

ફેમિલી- પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો.

લવ- પાર્ટનર સાથે સમય વિતશે.

હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે.

શું કરવું – જેઠીમધ ખાવું.

……………………

વૃષભ રાશિ –

પોઝિટિવ- ભાગ્યનો સાથ મળશે. ટાર્ગેટ ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ. તમારી મિત્રતા નવા વ્યક્તિ સાથે થઈ શકે છે. ઘરના વડિલોની મદદ કરવી પડશે. પરિવારના લોકો સાથે ખાસ બાબતમાં સલાહ લઈ શકો છો.

નેગેટિવ- અમુક લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે. આજે તમે સાવધાન રહેશો. આજનું કામ આવતીકાલ ઉપર ન ટાળો. તમારા કામ માટે સમય નહીં મળે. કલ્પનાશક્તિ ઉપર નિયંત્રણ રાખવું.

ફેમિલી- પાર્ટનરની ભાવનાનું સન્માન કરવું. પાર્ટનર ભાવુક રહેશે.

લવ- પાર્ટનર સાથે બોલવાનું બંધ છે તો તેને છંછેડવું નહીં. જેવું જેમ ચાલે છે તેવું ચાલવા દો.

કરિયર- બિઝનેસમાં વિવાદની સ્થિતિ બની રહી છે. નવી યોજના ઉપર કામ થશે નહીં. મહેનત પ્રમાણે પરિણામ મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.

હેલ્થ- સ્વાસ્થ્ય ઠીક ઠીક રહેશે.

શું કરવું- લોકોને ચોકલેટ ખવડાવવી.

…………………………..

મિથુન રાશિ –

પોઝિટિવ- કરિયરમાં આગળ વધવાની કોશિશમાં લાગેલા રહેશો. નવી યોજનાઓ બનાવશો. બિઝનેસમાં પણ નવું કરવાની કોશિશ કરશો. હકારાત્મક રહેવું. સન્માન વધારવાની દિશામાં સક્રિય રહેશો. જવાબદારી પણ વધશે. શાંત રહેવું. નવા લોકો સાથે મુલાકાત સફળ રહેશે.

નેગેટિવ- ઘર અને પ્લોટ સંબંધી કામ પૂરા કરવામાં મુશ્કેલી આવશે. આક્રમક રીતે કામ કરવાથી પરેશાની આવશે. કોઈ કામ કરવામાં સાવધાની રાખવી. કામથી ભાગદોડ રહેશે. નજીકના લોકોની મદદ મળશે નહીં.

ફેમિલી-જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે.

લવ- પાર્ટનર સાથે સમય પસાર થશે.

કરિયર- રોકાણ કરવામાં સાવધાની રાખવી. વિદ્યાર્થીઓ માટે સમય મુશ્કેલીભર્યો છે.

હેલ્થ- માતાના સ્વાસ્થ્યને સંભાળવું.

શું કરવું – હનુમાન મંદિરમાં લાલ દોરાનું દાન કરવું.

………………………

કર્ક રાશિ –

પોઝિટિવ- કોઈ વાતને લઈને ઉત્સાહિત થઈ શકો છો. અટવાયેલા કામ પૂરા થશે. કામને લઈને યાત્રા થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં બદલાવનું મન બનાવી શકો છો. તણાવમાંથી મુક્તિ મળશે. ધારેલા કામ પૂરા થશે.

નેગેટિવ- આજે ચંદ્રમાની સ્થિતિ તમને પરેશાન કરી શકે છે. સાવધાનીથી દિવસ પસાર કરવો. ઉત્સાહમાં આવીને જોખમ ન લેવું. કામને લઈને વારંવાર પ્લાનિંગ બદલવું નહીં. કામ ધીમે ધીમે પૂરું થશે.

ફેમિલી- પાર્ટનર સાથે અણબનાવ થઈ શકે છે.

લવ- લવ લાઈફની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે નહીં.

કરિયર- સરકારી કર્મચારી માટે દિવસ સારો છે. અધિકારીઓનો સહકાર મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે.

હેલ્થ- પેટની તકલીફ થઈ સકે છે.

શું કરવું – કોઈ બ્રાહ્મણને જનોઈનું દાન દેવું.

……………………..

સિંહ રાશિ –

પોઝિટિવ- તમને જરૂરી સૂચના મળી શકે છે. પૈસાની બાબતમાં નવી શરૂઆત કરી શકો છો. તમારા કામમાં જીવનસાથીનો સહકાર મળશે. નવો ફોન લેવાનું વિચારી શકો છો. શાંતિ રાખવી.

નેગેટિવ- જૂના બીલ ચૂકવવા પડશે. કામ પૂરું કરવામાં વિલંબ થશે. મુશ્કેલીના કારણે વિલંબ થઈ શકે છે. કોઈ મિત્ર સાથે અણબનાવ થઈ શકે છે. બિનજરૂરી વાતોમાં સમયનો વ્યય થઈ શકે છે.

ફેમિલી- જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો.

લવ- લવ લાઈફની દ્રષ્ટિએ દિવસ સારો છે.

કરિયર- બિઝનેસ માટે સમય સારો છે. રોકાણથી ફાયદો થશે. સારા સમાચાર મળી શકે છે. સફળતા મળશે.

હેલ્થ- તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

શું કરવું – ઘરમાં જૂની સાવરણીને બદલવી.
……………………….

કન્યા રાશિ –

પોઝિટિવ- નવી શરૂઆત કરવા માટે સારો સમય છે. વધારાની જવાબદારી તમને મળી શકે છે. લોકો પોતાની સમસ્યા તમારી સમક્ષ રજૂ કરશે. બગડેલી સ્થિતિ સુધરશે. બુદ્ધિથી દરેક સ્થિતિને સંભાળી લેશો.

નેગેટિવ- તમારા લોકો જ તમારી સાથે વિવાદ કરી શકે છે. ઓફિસનું વાતાવરણ તમારો તણાવ વધારશે. અચાનક ધનહાનિ થઈ શકે છે. વાહન સંભાળીને સચાવવું.

ફેમિલી- જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે.

લવ- પ્રેમી ઉપર શંકા કરવી નહીં.

કરિયર- ભાગીદારીના ધંધામાં ફાયદો થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે.

હેલ્થ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ઠીક ઠીક છે.

શું કરવું – પીપળાના ઝાડને પાણી આપવું અને ઘીનો દીવો કરવો.

……………………

તુલા રાશિ –

પોઝિટિવ- કોઈ ખાસ વાતને લઈને તમારા વિચાર બદલાઈ શકે છે. બિઝનસમાં સારો બદલાવ કરવાનું વિચારી શકો છો. આગળ વધવા માટે તમને નવા રસ્તા મળશે. પોતાની જાત ઉપર ભરોસો અને ધીરજ રાખવી. નવા વિચારો આવશે. વિચારો હકારાત્મક રાખવા. કુવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળશે.

નેગેટિવ- કોઈ બાબતને લઈને ચર્ચા થઈ શકે છે. મુશ્કેલ સ્થિતિના કારણે ચિંતા રહેશે. તમારો મૂડ ખરાબ રહેશે.

ફેમિલી- લગ્નજીવનમાં ખુશી મળશે.

લવ- પાર્ટનરનો સહકાર અને પૈસા મળશે.

કરિયર- બિઝનેસમાં નવી યોજના બનશે. વિદ્યાર્થીઓ કોઈ વાતથી અસંતુષ્ટ થઈ શકે છે.

હેલ્થ- ગળાની બીમારી થઈ શકે છે. એસિડિટી થઈ શકે છે.

શું કરવું – તુલસી પાસે ઘીનો દીવો કરવો.

…………………..

વૃશ્ચિક રાશિ –

પોઝિટિવ- સમયસર કામ પૂરા થશે. તણાવમુક્ત બનશો. જવાબદારી વધશે. નવું શીખવાનું મળશે. રોમાન્સની તક મળશે.

નેગેટિવ- નોકરી અને બિઝનેસની બાબતમાં તમારી ચિંતા વધશે. ખર્ચ ઉપર કાબૂ રાખવો. વ્યસ્ત રહેશો. નવું કરવાની કોશિશ ન કરવી. પૈસાના વ્યવહારમાં સાવધાની રાખવી.

ફેમિલી- દિવસ સારો રહેશે.

લવ- કુવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

કરિયર- બિઝનેસ કરનાર લોકોએ સંભાળીને રહેવું. નુકસાનના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીભર્યો દિવસ છે.

હેલ્થ- મૌસમી બીમારી થઈ શકે છે.

શું કરવું – ઓફિસ કે ઘરમાં સીટ નીચે લાલ કપડું રાખીને બેસવું.

……………………..

ધન રાશિ –

પોઝિટિવ- કાર્યક્ષેત્રમાં મોટું કામ તમારા નામે થશે. પૈસાનો ફાયદો થશે. પરિવારનો અણબનાવ ઉકેલાય જશે. તમારી સામે એવી પરિસ્થિતિ આવશે જેનાથી તમારો વિચાર બદલાય જશે. જે તમારા માટે શુભ હશે. તમારા માટે દિવસ હકારાત્મક રહેશે. પ્રેમ સંબંધ મજબૂત બનશે.

નેગેટિવ- બિઝનેસમાં કામનું ભારણ રહેશે. સંબંધોમાં દબાયેલા રહેશો. સાવધાની રાખવી. મોટો નિર્ણય લેવામાં મુશ્કેલી સર્જાશે.

ફેમિલી- પાર્ટનરનો મૂડ સારો રહેશે.

લવ- પ્રેમ સંબંધ મજબૂત બનશે.

કરિયર- જોખમ ભરેલા સોદા ન કરવા. ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં પરિણામ મળશે નહીં.

હેલ્થ- જૂની બીમારીમાંથી છૂટકારો મળશે.

શું કરવું – કીડિયારું પૂરવું.

…………………….

મકર રાશિ –

પોઝિટિવ- કોઈ કામમાં તમને મદદ મળી શકે છે. મહત્વની બાબતમાં લોકો સાથે વાતચીત થઈ શકે છે. રૂટિન લાઈફમાં બદલાવ કરવો પડશે. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. પાર્ટનર સાથે સંબંધ સુધરશે. પાર્ટનર તમને સમય આપશે. સારું બોલીને તમે તમારું કામ પૂરું કરાવશો.

નેગેટિવ- અમુક દબાણનો અનુભવ થશે. ચિંતા રહેશે. અમુક વાતનો અજાણ્યો ડર રહેશે. ભાગદોડ રહેશે.

ફેમિલી- પતિ-પત્ની વચ્ચેની ગેરસમજ દૂર થશે. લગ્નજીવન સુખી રહેશે.

લવ- પ્રેમ સંબંધ મજબૂત બનશે.

કરિયર- પ્રોફેશનલ લાઈફ માટે સમય સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય નકારાત્મક છે.

હેલ્થ- પિતાજીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. તમારા સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચઢાવ રહેશે.

શું કરવું – તુલસીના ક્યારામાં ચોખા નાંખી પ્રણામ કરવા.
…………………

કુંભ રાશિ –

પોઝિટિવ- એકાગ્રતાથી કામ કરવું. બગડેલી સ્થિતિમાં વાતચીત કરવાથી લાભ થશે. પૈસાની નવી બાબત સામે આવશે. જૂની યાદો તાજી થશે. મોંઘી વસ્તુ ખરીદશો.

નેગેટિવ- કોઈપણ પગલું સમજી વિચારને ઉઠાવવું. કામમાં મન ઓછું લાગશે. ઉતાવળે કામ કરવું નહીં. ઓફિસમાં પડકારજનક સ્થિતિ બનશે. કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે.

ફેમિલી- પાર્ટનરનું સન્માન મળશે.

લવ- પાર્ટનર સાથે દિવસ વિતશે.

કરિયર- કાર્યસ્થળે વિવાદ ઉકેલાશે. બિઝનેસમાં સફળતા અને ફાયદો મળવાનો યોગ છે. કોમર્સના વિદ્યાર્થીઓને ફાયદો થશે.

હેલ્થ- માનસિક અશાંતિ રહેશે.થાક-આળસ રહેશે.

શું કરવું- પાણી પીવા માટે સ્ટીલ કે કાચના ગ્લાસનો ઉપયોગ કરવો.

…………………………….

મીન રાશિ –

પોઝિટિવ- લોકોને મળવાનું થશે. ઓફિસમાં નવું કામ આપવામાં આવશે. પોતાની જાતને તૈયાર કરો. પરિવારનો સહકાર મળશે. યાત્રાનો યોગ બની રહ્યો છે. તમારું ધ્યાન સંતાન તરફ રહેશે.

નેગેટિવ- ધનહાનિ થઈ શકે છે. કામમાં મન લાગશે નહીં. થાક લાગશે. જૂનો વિવાદ સામે આવશે. વ્યસનથી દૂર રહેવું. બિનજરૂરી દેખાડો કરવો નહીં.

ફેમિલી-જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે.

લવ- લવ લાઈફ માટે દિવસ ઠીક ઠીક રહેશે.

કરિયર- નોકરિયાતવર્ગે સંભાળીને રહેવું. કામમાં મન લાગશે નહીં. બિઝનેસમાં પરેશાની આવશે. વિદ્યાર્થીઓને મહેનત બાદ સફળતા મળશે.

હેલ્થ- સ્વાસ્થ્ય માટે દિવસ સારો નથી. પેટની બીમારી થઈ શકે છે.

શું કરવું- પાણીમાં તલ નાંખીને સૂર્યને જળ ચઢાવવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular