મેષ રાશિ –
પોઝિટિવ- આજે નોકરિયાતવર્ગને સારા સમાચાર મળી શકે છે. પગાર વધી શકે છે. મોટાભાગની બાબતમાં સફળતા મળશે. કામ પૂરા થશે. નવા કામની શરૂઆત થશે. સમસ્યામાં ઉકેલ મળશે. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી કામ કરશો. લાભ થશે.
નેગેટિવ- તમારો સ્વભાવ વધારે પડતો આક્રમક બની જશે. અવરોધ વગર કામને પૂરું કરવાની કોશિશ કરો.
ફેમિલી- પાર્ટનરનો મૂડ ખરાબ થશે.
લવ- લવ લાઈફ માટે દિવસ સારો નહીં રહે.
કરિયર- તમને લાભ થશે અને આવક વધશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. નજીકના લોકોનો સહકાર મળશે.
હેલ્થ- ગળાની બીમારી થઈ શકે છે.
શું કરવું- 11 વાર ઓમ નમ: શિવાયના મંત્ર બોલીને શિવજીનો દૂધ અને પાણીથી અભિષેક કરવો.
……………………
વૃષભ રાશિ –
પોઝિટિવ- આજે નવી વાતો જાણવા મળશે. નોકરી-બિઝનેસમાં જૂની મહેનતનું આજે ફળ મળી શકે છે. ગૂંચવણો ઉકાલાઈ જશે. શાંત રહેવું. બીજા લોકોના વખાણ કરવા. જે આજે નથી મળ્યું તેનો અફસોસ ન કરવો. તમારી સામાજિક સ્થિતિ સુધરશે. કામને લઈને વ્યસ્ત રહેશો, જેનો તમને ફાયદો મળશે.
નેગેટિવ- પરિવાર અને ઓફિસમાં અમુક લોકો સાથે અણબનાબ થઈ શકે છે. મનમાં અસુરક્ષાની ભાવના રહેશે. શરીર સાથ આપશે નહીં. સ્થિતિ તમારી તરફેણમાં હશે નહીં. બીજા લોકો ઉપર વિશ્વાસ ન કરવો. દરેક બાબતમાં ટિપ્પણી કરવી નહીં.
ફેમિલી- લગ્નજીવનમાં મતભેદ થઈ શકે છે.
લવ- પ્રેમીથી સાવધાન રહેવું. પ્રેમના પ્રસ્તાવમાં અસફળતા મળશે.
કરિયર- ધંધામાં વ્યસ્ત રહેશો. અધિકારીઓ તમારી વાતને મહત્વ આપશે. મેડિકલના વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
હેલ્થ- સાંધાનો દુખાવો થઈ શકે છે.
શું કરવું- લીંમડાના પાંદ ખાવા.
…………………………..
મિથુન રાશિ –
પોઝિટિવ- આજે તમે વ્યવહારું રહેશો. જેટલા શાંત રહેશો, એટલી જ ઝડપથી સમસ્યાઓ ઉકાલાઈ જશે. તમારી વાતને યોગ્ય રીતે લોકો સમક્ષ રાખવાથી ફાયદો થશે.
નેગેટિવ- પરીવારમાં વિવાદ થઈ શકે છે. બીજાના કામમાં દખલ આપવાથી તમારી સમસ્યા વધી શકે છે. વાણી ઉપર સંયમ રાખવો. ખર્ચમાં વધારો થઈ શકે છે. ધારેલા કામ પૂરા થવામાં મુશ્કેલી આવશે. નજીકના વ્યક્તિ સાથે ગેરસમજ થઈ શકે છે. અધિકારી કે મોટા વ્યક્તિ સાથે વાત કરવામાં સાવધાની રાખવી. વિચાર્યા વગરનું બોલવાથી મુશ્કેલી વધી શકે છે.
ફેમિલી- જીવનસાથી દ્વારા કોઈ ભેટ મળી શકે છે.
લવ- પ્રેમ સંબંધ મજબૂત બનશે.
કરિયર- કામનું ભારણ રહેશે. બિઝનેસમાં પિતાની મદદ મળશે. વિદ્યાર્થીઓએ મહેનત કરવી પડશે.
હેલ્થ- પેટની બીમારી થઈ શકે છે. ભોજનમાં સાવધાની રાખવી.
શું કરવું- લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ ચઢાવવું.
………………………
કર્ક રાશિ –
પોઝિટિવ- ચિંતામાંથી છૂટકારો મળશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. મોજમસ્તીમાં દિવસ પસાર થશે. બિઝનેસમાં સમજૂતીથી વિવાદ ઉકેલાશે. સંતાન ઉપર ધ્યાન આપવું. જૂના મિત્રો અને સંબંધીની મદદ મળશે.
નેગેટિવ- સમય અને પૈસાનો વ્યય થશે. કોઈ બાબતને લઈને જીવનસાથી સાથે અસહમત રહેશો. સાવધાન રહેવું. કોઈ વાત વધારે બગડી શકે છે. સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું. કામ પૂરું થવામાં મુશ્કેલી આવશે. મોટા વિવાદમાં ન પડવું.
ફેમિલી- પાર્ટનર દ્વારા માન અને સન્માન મળસે.
લવ- પાર્ટનર સાથે સમય પસાર થશે.
કરિયર- કાર્યક્ષેત્રમાં વિવાદ થઈ શકે છે. બિઝનેસમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે.
હેલ્થ – તણાવ રહેશે. થાક અને આળસ પરેશાન કરશે.
શું કરવું- માથા ઉપર આંબળાનું તેલ લગાવવું.
……………………..
સિંહ રાશિ –
પોઝિટિવ- ધનલાભ થઈ શકે છે. મન દઈને મહેનત કરો તેનું ફળ મળશે. પરીવારના કામ પૂરા થશે. દિવસ સારો રહેશે. અટવાયેલા કામને પૂરા કરવામાં મિત્રનો સાથ મળશે.
નેગેટિવ- સમજી વિચારીને બોલવું. મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ સાવધાની રાખવી. ખાવા-પીવાની ખરાબ આદત ઉપર નિયંત્રણ રાખવું.
ફેમિલી- જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો. ખાસ કામનું પ્લાનિંગ કરી શકો છો.
લવ- લવ લાઈફ સારી રહેશે.
કરિયર- ભાગીદારીના ધંધામાં ફાયદો થશે. અટવાયેલા પૈસા મળશે. વિદ્યાર્થીઓને મહેનત કરતા સારું ફળ મળશે.
હેલ્થ- સ્વાસ્થ્યની બાબતમાં દિવસ ઠીક ઠીક રહેશે.
શું કરવું- ચણાના લાડું વહેંચવા.
……………………….
કન્યા રાશિ –
પોઝિટિવ- તમે નવા કામનું પ્લાનિંગ કરી શકશો. ધીરજ અને શાંતિથી કામ કરવું. સાથે કામ કરનાર લોકોની સારી સલાહ મળશે. જેમના સહકારથી તમે નોકરી અને બિઝનેસમાં આગળ વધી શકશો. આજે તમે ભૂલો વિશે પણ વિચારશો. જૂના કામ સાથે જોડાયેલી વાત તમારા મનમાં રહેશે.
નેગેટિવ- યાત્રામાં સાવધાની રાખવી. ધનહાનિ થઈ શકે છે. કોઈને પૈસા ઉધાર ન આપવા. તમારા પૈસા અટવાઈ શકે છે. બીજાના કામમાં દખલ ન દેવી.
ફેમિલી- પાર્ટનર સાથે સમય પસાર કરશો.
લવ- પાર્ટનર સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો.
કરિયર- આવક સામાન્ય રહેશે. ન ગમતી વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે. આળસ અને થાકનો અનુભવ થશે. મિત્રો સાથે બિનજરૂરી કામમાં વ્યસ્ત રહેશો.
હેલ્થ- પેટ ખરાબ થઈ શકે છે. સાવધાન રહેવું.
શું કરવું- પીપળાના વૃક્ષ નીચે ચંદનથી સાથિયો બનાવવો.
……………………
તુલા રાશિ –
પોઝિટિવ- નોકરીમાં તમારા પ્રયોસો સફળ થશે. તમે મહત્વનો નિર્ણય પણ લઈ શકશો. નોકરી અને બિઝનેસમાં મહત્વના કામનું પ્લાનિંગ કરી શકશો. મનમાં ઘણી વાત ચાલી રહી છે. દિવસ સરળતાથી પસાર થઈ જશે.
નેગેટિવ- પૈસાની ચિંતા રહેશે. ફાલતુ ખર્ચ કરવાથી બચવું. રોજિંદા કામમાં અવરોધ આવશે. ઓફિસમાં સ્થિતિ બગડી પણ શકે છે. વિવાદ ઉકેલવા તમારે પ્રયાસ કરવા પડશે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. સંતાનની ચિંતા રહેશે.
ફેમિલી- પાર્ટનર સાથે વિવાદ ન કરવો.
લવ- કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.
કરિયર- વેપારીઓને લાભ થશે. રોકાણ કરવાનું વિચારી શકો છો. વિદ્યાર્થીઓએ મહેનત કરવી પડશે. તમારી વિરૂદ્ધ નજીકના લોકો ષડયંત્ર બનાવી શકે છે.
હેલ્થ- વાતાવરણમાં ફેરફાર થવાના કારણે પરેશાની વધી શકે છે.
શું કરવું- કોઈ નેત્રહીન કે અપંગ વ્યક્તિને ખાવાનું આપવું.
…………………..
વૃશ્ચિક રાશિ –
પોઝિટિવ- જરૂરી કામ સમયસર પૂરું થઈ જશે. ફાયદો થશે. ધનલાભનો યોગ છે. તમારી વાતને રાખવાની તક મળશે. અચાનક નિર્ણય લેવો પડશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. કામમાં મિત્રની મદદ મળશે. મિત્રની સલાહ તમને ઉપયોગી સાબિત થશે.
નેગેટિવ- કામનું ભારણ રહેશે. જૂનું કરજ ચૂકવવા માટે ભાગદોડ કરવી પડશે. તણાવ રહેશે.
ફેમિલી- લગ્નજીવન સુખી રહેશે. પાર્ટનર સાથે સંબંધ મધુર બનશે.
લવ- કુંવારા લાકો માટે દિવસ સારો રહેશે.
કરિયર- બિઝનેસમાં મદદ મળશે. કામના સ્થળે તમારી વાતની કદર થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. અભ્યાસમાં મન લાગશે.
હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે.
શું કરવું- કીડીઓને લોટ અને ખાંડ ખવડાવવી.
……………………..
ધન રાશિ –
પોઝિટિવ- આજે મદદ કરશે તેવા વ્યક્તિ સાથે મુલાકાત થશે. બધા લોકો પ્રત્યે સમાન વ્યવહાર કરવો. બિઝનેસમાં જવાબદારી વધી શકે છે. વાત કરતા પહેલા સંભાળવું. સંબંધોના કારણે કરિયરમાં પ્રગતિ થશે.
નેગેટિવ- તમારી લાપરવાહીના કારણે સારી તક હાથમાંથી નિકળી જશે. બીજાની વાતોમાં ફસાવું નહીં. બીજાના કામમાં વ્યસ્ત રહેશો. બિનજરૂરી યાત્રા પણ થઈ શકે છે. કોઈ તમને ઉશ્કેરવાની કોશિશ કરશે. સાવધાન રહેવું.
ફેમિલી- લગ્નજીવનમાં ખુશી મળશે.
લવ- પાર્ટનરનો સહયોગ મળશે.
કરિયર- બિઝનેસમાં કોઈ યોજના બની શકે છે. પૈસાના વ્યવહારમાં સાવધાની રાખવી. જવાબદારી વધી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના કામથી ખુશ રહેશે.
હેલ્થ- માથાનો દુખાવો થઈ શકે છે.
શું કરવું- કુતરાંઓને ગોળ-રોટલી ખવડાવવી.
…………………….
મકર રાશિ –
પોઝિટિવ- ધીરજ અને શાંતિથી કામ કરવું. ભાગ્યના સાથથી અટવાયેલા કામ પૂરા થશે. પ્રોપર્ટી સાથે જોડાયેલા કામ આજે પૂરા થશે. ધનલાભનો યોગ છે. પરિસ્થિતિને સંભાળવાની કોશિશ કરો. મિત્રો સાથે વધારે સમય પસાર કરશો. જીવનસાથી સાથે મનની વાત શેર કરવી. તણાવ ઓછો થશે. જૂના કાનૂની કેસ આજે ઉકેલાઈ જશે.
નેગેટિવ- કાર્યક્ષેત્રમાં કોઈ વાતને લઈને વધારે પરેશાન રહેશો. તમારો સ્વભાવ જરૂર કરતાં વધારે કડક થઈ જશે. કોઈ વાતને લઈને નિરાશ પણ થશો. થાક લાગશે.
ફેમિલી- જીવનસાથી સાથે મનની વાત શેર કરો.
લવ- લવ લાઈફ માટે દિવસ ઠીક ઠીક રહેશે.
કરિયર- ભાગ્યનો સાથ મળશે. મહેનતનો ફાયદો મળશે. કોર્ટ-કચેરીમાં તમારો પક્ષ મજબૂત બનશે. વિદ્યાર્થીઓને મહેનતથી સફળતા મળશે.
હેલ્થ- ઊંઘ અધૂરી રહેશે. સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.
શું કરવું- ઘરની બહાર પક્ષીઓ માટે પાણી રાખવું.
…………………
કુંભ રાશિ –
પોઝિટિવ- મનોરંજનની વસ્તુ ખરીદવાનું વિચારી શકો છો. જે મનમાં છે તે કામ કરશો. થાક દૂર થશે. સંપત્તિન સાથે જોડાયેલા કામનું પ્લાનિંગ થશે.
નેગેટિવ- બિનજરૂરી વિવાદથી દૂર રહેવું. કરજ ન લેવું. પૈસા અને મહત્વના દસ્તાવેજો સંભાળીને રાખવા. સંતાનના કામને લઈને પરેશાન રહેશો. પૈસાને લઈને કોઈની સાથે વિવાદ ન કરવો. આજે રોકાણ પણ કરવું નહીં.
ફેમિલી- જીવનસાથીના સહકારથી ફાયદો થશે.
લવ- લવ લાઈફ સારી રહેશે.
કરિયર- સમસ્યાઓને હલ કરવાની કોશિશ કરશો. કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ આવશે. આત્મવિશ્વાસની ઓછો રહેશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં.
હેલ્થ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જૂની બીમારી પરેશાન કરી શકે છે. સાંધાના દુખાવો અને ગેસની પરેશાની રહેશે.
શું કરવું- તુલસી પાસે દીવો કરવો.
…………………………….
મીન રાશિ –
પોઝિટિવ- નોકરીમાં વધારાની જવાબદારી મળી શકે છે. જેનાથી તમને લાભ થશે. ઓફિસમાં વ્યસ્ત રહેશો. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. પોતાની જાત માટે સમય કાઢી શકશો. પૈસા સાથે જોડાયેલી બાબતો ઉકાલાઈ જશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. જૂની યોજનામાં ફાયદો થશે.
નેગેટિવ- ખર્ચમાં વધારો થશે. કામને ટાળશો. વાહનથી સાવધાન રહેવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઉત્સાહમાં આવીને કામ કરવાથી નુકસાન થઈ શકે છે.
ફેમિલી- પતિ-પત્ની વચ્ચેની ગેજસમજ દૂર થઈ શકે છે. લગ્નજીવન મધુર બનશે.
લવ- લવ લાઈફ માટે સારો દિવસ છે.
કરિયર- આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો નકારાત્મક રહેશે.
હેલ્થ- પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.
શું કરવું- પૂર્વ દિશામાં આસોપાલવના પાન ઉપર ઘીનો દીવો કરવો.