27 જુલાઈનું રાશિફળ

0
54

મેષ રાશિ –

પોઝિટિવ – એવું જરૂરી નથી કે તમે હંમેશાં બીજાને ખુશ રાખી શકો, તેથી બીજાને ખુશ રાખવાનું છોડીને તમે જેવા છો તેવા રહેવાનો પ્રયાસ કરો. સમય સુખથી ભરપુર છે. કોઈ સંબંધી સારા સમાચાર લાવી શકે છે. તમને મિત્રો સાથે સમય પસાર કરવાની તક મળશે. મિત્રો સાથે રહીને તમને સારો અનુભવ થશે.

નેગેટિવ – ઓછા સમયમાં વધુ લાભ મેળવવાની લ્હાયમાં ક્યાંય ફસાઈ ન જાઓ તેનું ધ્યાન રાખો. કોર્ટના કામમાં પડવું નહીં. કોઈા જામીન બનવું નહીં. તમારી માનસિકતા એકાગ્રતા ઓછી રહેશે.

લકી કલર – લીલો

લકી નંબર – 3

લવ – બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. આ ક્ષમતા તમારા પ્રેમના ક્ષેત્રે આડી આવી શકે છે. તેમ છતાં, સાચા મનથી તમારા સંબંધો પર ભાર મૂકો.

કરિયર – કારકીર્દિ માટે આ સમય સફળતા અપાવનારો બનશે, કારકિર્દીમાં સફળ થવા માટે પ્લાનિંગ અને વ્યૂહરચના બનાવવા ઉપર કામ કરો. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો પ્રત્યે ધ્યાન વધશે, પરંતુ આંખો બંધ કરીને તેને અનુસરવી નહીં.

હેલ્થ – સ્વાસ્થ્ય નરમ- ગરમ રહેશે. તેનાથી ચિંતા કરવાની જરૂર નથી. ટૂંક સમયમાં બધું સારું થઈ જશે.

————-

વૃષભ રાશિ –

પોઝિટિવ – આજે તમરા જૂના અને બાળપણના મિત્રો સાથે મળવાને કારણે આનંદમાં રહેશો. નવા મિત્રો બનવાની પણ શક્યતા છે. તે કોઈપણ સામાજિક પ્રસંગમાં હાજર રહી શકો છો. આકસ્મિક આવકની શક્યતા પણ દેખાય છે.

નેગેટિવ – વિભાગીય પરિવર્તનના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વ્યવહારમાં ધીરજ અને વાણીમાં મધુરતા રાખવાની જરૂર છે. ધન સંબંધિત લેવડ – દેવડમાં કાળજી રાખવી. ભ્રમ અને દુર્ઘટનાથી સંભાળીને ચાલવું.

લકી કલર – લીલો
લકી નંબર – 7

લવ – પ્રેમ સંબંધો મજબૂત થશે. એવી કેટલીક શંકાઓ જે આજના દિવસે દૂર થશે.

કરિયર – કોઈ નવી જગ્યાએ નાણા રોકી શકો છો. પરંપરાગત જવાબદારીઓને પહોંચી વળવા માટે ધ્યાન કેન્દ્રિત કરશો. દૈવી શક્તિ પર આધારિત મન સુખનો અનુભવ કરશે. કોઈપણ પ્રકારની આકસ્મિક મુસાફરી લાભદાયી બની શકે છે.

હેલ્થ – આજે ઊંઘ અધુરી રહેશે, જેની નબળાઈ સ્વાસ્થ્ય પર થઈ શકે છે. નિત્યક્રમ વ્યવસ્થિત ગોઠવશો તો બધું જ ખૂબ સરળ રહેશે.

———-

મિથુન રાશિ –

પોઝિટિવ – મિત્રો સાથે ઘનિષ્ઠતા વધશે. જરૂરી નિર્ણયો લેવા માટે વૈચારિક સ્થગિતતા અને સ્થિરતાને પ્રથમ સ્થાન આપવું આવશ્યક બનશે. મિત્રો અને પ્રિયજનો સાથે મુલાકાત થશે જે આનંદદાયક હશે. ક્રિએટીવીટી અથવા સર્જનાત્મક ક્ષેત્રમાં સન્માન મળશે.

નેગેટિવ – સંપત્તિ અને પ્રતિષ્ઠા ગુમાવવાની શક્યતા છે. આજે તમારા મનમાં નકારાત્મક વિચારો આવવા દેશો નહીં. ખોરાક અને પાણી પીવામાં સંયમ રાખવો. તમારા હાથમાં આવતાં કાર્યોને પૂર્ણ કરવા માટે વૈચારિક સ્થિરતા સાથે આગળ વધશો.

લકી કલર – પીળો

લકી નંબર – 8

લવ – ઘર-પરિવાર માટે સમય સારો છે. જીવનસાથી અથવા પરિવારનો કોઈ સભ્ય તમારી સરપ્રાઈઝને પસંદ કરશે. નવા સંબંધો વધતાં આર્થિક તંગી દૂર થશે.

કરિયર – કારકિર્દી માટેનો સમય સારો છે, તમે વરિષ્ઠ વ્યક્તિની સામે તમારી પ્રશંસા થઈ શકે છે. મજબૂત યાદશક્તિના કારણે તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરશો. નાણાં સંબંધિત બાબતો માટે સમય સારો રહેશે, પૈસા કમાવવાની નવી તકો મળી શકે છે.

હેલ્થ – શક્ય હોય ત્યાં સુધી તમે ઉચ્ચ અધિકારીઓ, સ્પર્ધકો સાથે ચર્ચા ન કરો. નકારાત્મક વિચારોથી દૂર રહો. કારણ કે તમારું આરોગ્ય ખરાબ થવા માટે પણ આ જ કારણ જવાબદાર હોઈ શકે છે.

————

કર્ક રાશિ –

પોઝિટિવ – આજે તમારા ભાગીદારો સાથેના સંબંધો સારા રહેશે, છતાં તમારે થોડી તકલીફનો સામનો કરવો પડશે. નવું કાર્ય શરૂ કરવા માટેનો સમય અનુકૂળ છે. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનો આનંદ માણશે.

નેગેટિવ – માતાનું સ્વાસ્થ્ય ખરાબ રહેશે. સંપત્તિ અને પ્રતિષ્ઠામાં નુકસાનની શક્યતા છે. તમારા સ્વભાવમાં ભાવુકતાનો વધારો થઈ શકે છે. તમારી સર્જન શક્તિમાં નકારાત્મક વધી શકે છે. વિદ્યાર્થીઓ માટેનો સમય પ્રતિકૂળ છે.

લકી કલર – લાલ

લકી નંબર -2

લવ – ગૃહસ્થ જીવનમાં સુખ અને શાંતિ રહેશે. પ્રેમની પાછળ દોડતા લોકો માટે ઘરની શાંતિ અશાંતિમાં ફેરવાઈ શકે છે. તેથી માત્ર વિચારો પાછળ દોડવું નહીં, દીર્ઘ દૃષ્ટિનો પરચો કરાવો.

કરિયર– વ્યવસાયિક ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓની કૃપાદ્રષ્ટિ તમારા માટે પ્રગતિનું કારણ બની રહેશે. ધંધામાં પણ આવકની વૃદ્ધિ થવાની શક્યતા રહેલી છે. દિવસના અંતે મિત્રો પાસેથી લાભ થશે.

હેલ્થ – આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સંભવતઃ સરકાર વિરોધી પ્રવૃત્તિ ટાળો. માનસિક ચિંતા રહેશે. પરિવારજનોમાં વિવાદ થઈ શકે છે.

————

સિંહ રાશિ –

પોઝિટિવ – આજનો દિવસ તમારા માટે પ્રોત્સાહક બની શકે છે, આ સમયે તમે ભવિષ્ય માટે અસરકારક યોજના બનાવી શકો છો. કારકિર્દીના પ્રથમ સ્તર પર ઊભેલા લોકો માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સમય રહેશે.

નેગેટિવ – નાની નાની આર્થિક સમસ્યાઓ આવી શકે છે. લાયકાતને વધુ સારી બનાવવાનો પડકાર પણ આવી શકે છે, આરોગ્ય લક્ષી સમસ્યાઓ અને માનસિક અશાંતિ અનુભવશો.

લકી કલર – આસમાની

લકી નંબર – 3

લવ – તમારો રોમેન્ટિક જીવનનો અનુભવ અદ્ભુત રહેશે. જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં તમારો વિશ્વાસ અને પ્રેમ વધશે.

કરિયર – આજે તમારા ઉચ્ચ અધિકારીઓ સાથે બોલવા અને વ્યવહારમાં સંભાળીને કામ કરવું. જોકે, બપોર પછી વ્યવસાય ક્ષેત્રમાં પરિસ્થિતિ તમારા માટે અનુકૂળ રહેશે.

હેલ્થ – શારિરીક રીતે અસુરક્ષિત અને માનસિક ચિંતા રહેશે. વ્યવસાયમાં વિધ્ન આવવાની શક્યતા પણ છે.
———

કન્યા રાશિ –

પોઝિટિવ – આવકમાં વધારો થશે. સામાજિક જીવનમાં માન- સન્માન મળશે. સ્થગિત યોજનાઓને વિરામ આપવાનું મન બનશે. આ સમય ખર્ચના સંદર્ભમાં તમારા માટે મધ્યમ કહી શકાય.

નેગેટિવ – તમારે કાર્યસ્થળે સાવચેત રહેવું પડશે. આર્થિક વ્યવહારો અને રોકાણ સંદર્ભે જાગૃત રહેવાની જરૂર છે. તમારી પોસ્ટ અને પ્રતિષ્ઠાને જોખમમાં મૂકવા માટે દુશ્મનો પ્રયત્નો પણ કરી શકે છે. તેથી વિરોધીઓ પર નજર રાખો અને શાંત રહો. તમારા કામથી મતલબ રાખો.

લકી કલર– લીલો

લકી નંબર – 1

લવ – તમારા પરિવાર સાથેના સંબંધોમાં સુધારો આવશે. ખાસ કરીને નાના ભાઈ-બહેનોના સંબંધમાં સુધારો થશે. નશીબનો પણ તમને પુરતો સહયોગ મળવાની આશા છે. તમે સામાજિક કાર્યોમાં ખૂબ સક્રિય હોઈ શકો છો.

કરિયર – વિદ્યાર્થીઓ આજે અભ્યાસ અને કરિયર સંબંધિત બાબતોમાં સફળતા મેળવી શકશે. વ્યવસાયમાં સફળતા મળવાની સાથે સહ કર્મીઓનો સહયોગ પણ મળી રહેશે. હરીફ સામે વિજયનો સ્વાદ ચાખી શકો છો.

હેલ્થ – નાની-નાની સમસ્યાઓ આવી શકે છે. શારીરિક પીડા પણ થવાની શક્યતા છે. કેટલાક વિરોધીઓ કાર્યક્ષેત્રમાં મુશ્કેલી લાવી શકે છે.

———————-

તુલા રાશિ –

પોઝિટિવ – આરોગ્ય સારું રહેશે અને વ્યવસાયને વિસ્તૃત કરવાની તકો ઉપલબ્ધ થશે. રિયલ એસ્ટેટમાં નફાની સ્થિતિ મજબૂત રહેશે.

નેગેટિવ – નાની મોટી બાધા આવી શકે છે, આરોગ્યમાં પીડા ઊભી થઈ શકે છે. સંપત્તિ, કારકીર્દિ અને સ્વાસ્થ્ય સંબંધિત વધઘટ જોવા મળશે.

લકી કલર – ક્રિમ

લકી નંબર – 5

લવ – અંગત જીવનમાં સંબંધો સારા રહેશે, તેથી તમારું જીવન સુખદ રહેશે. તમારી મનોરંજક વૃત્તિ પ્રમીને ખૂબ પસંદ આવે છે. જે તમારી વાસ્તવિક પ્રકૃતિ છે.

કરિયર – કારકિર્દીમાં અનુકૂળ તક સાંપડી શકે છે. પરંતુ પૈસાની બાબતમાં વધુ પ્રયત્નો કરવા પડશે. ગણેશજી કહે છે કે, બધું જ તમારા નશીબ પર છોડી દેવું યોગ્ય નથી. પુરુષાર્થ ખૂબ જ મહત્વનો છે, તેથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું.

હેલ્થ – આરોગ્યના કિસ્સામાં પણ આ સમય તમારા માટે અનુકૂળ કહી શકાય. વ્યક્તિગત જીવનથી પણ સંતુષ્ટ થઈ શકો છો.

————-

વૃશ્ચિક રાશિ

પોઝિટિવ – જે લોકો સખત મહેનત કરે છે તેઓ તેમના કાર્યસ્થળે સન્માનિત થઈ શકે છે. આ સમયે પ્રમોશનની પણ આશા રાખી શકો છો. તમને આ સમયે નસીબનો પણ સાથ મળશે.

નેગેટિવ – તમારે નસીબના ભરોસે બેસવું જોઈએ નહીં, આ સમયે તમે ફક્ત તમારી મહેનત દ્વારા જ સફળ થશો. આ સમય તમારા માટે અનુકૂળ ના પણ હોઈ. આરોગ્યથી સંબંધિત નાની ક્ષતિઓનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય નિરાકરણ વિશે વિચારો, તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.

લકી કલર – ગુલાબી

લકી નંબર – 9

લવ – તમારા અંગત જીવન વિશે ઉત્સાહિત રહેશો. અપરિણિત લોકો હજી પણ સિંગલ હોય અને પોતાની પસંદગી માટે પ્રતીક્ષામાં છો તો તમારે હજી થોડી રાહ જોવી પડશે. જે લોકો પહેલેથી જ પ્રેમમાં છે, તેઓ તેમના જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકે છે.

કરિયર – અભ્યાસ માટે સમય સારો છે. અગાઉ કરેલી તૈયારીઓ આત્મવિશ્વાસ વધારી શકે છે.

હેલ્થ – સ્વાસ્થ્યની પરેશાની આવશે. કોઈ રોગને લઈને આકસ્મિક ખર્ચ થઈ શકે છે. સાથે આકસ્મિક ધનલાભ થવાની પણ શક્યતા છે.

————–

ધન રાશિ –

પોઝિટિવ – આ સમયે તમે કેટલાક નવા પ્રોજેક્ટ્સમાં પૈસાનું રોકાણ કરી શકો છો, કેટલાક નવા ક્ષેત્રો જે ફાયદાકારક હોવાનું અપેક્ષિત હોઈ શકે છે. આ સમય તમારા માટે ધનલાભ સૂચવે છે. જો તમે તાજેતરમાં કોઈ પ્રકારનું આર્થિક નુકસાન સહન કર્યું છે, તો આ સમયે તેનું વળતર મળી શકે છે.

નેગેટિવ – તમે જે સફળતાની રાહ જોતા હતા, રોમેન્ટિક જીવનમાં તમે સારા દિવસોની રાહ જોતા હતા તે સુવર્ણ સપના અચાનક તમારા માર્ગમાં અવરોધો ઊભા કરી શકે છે.

લકી કલર – પીળો

લકી નંબર – 1

લવ – આ સમય તમારી લવ લાઈફ માટે સારો કહી શકાય છે. તમે તમારા જીવનસાથી સાથે ઘણો સમય પસાર કરી શકો છો.

કરિયર – મિત્રો તમને ઘણી મદદ કરશે. કામમાં વ્યસ્ત રહેશો. વ્યવસાયિક અને નાણાકીય લાભ થશે. તેમ છતાં મહિનાના મધ્ય પછી સંભાળીને ચાલવું.

હેલ્થ – સ્વાસ્થ્ય અને સંબંધો પર ખાસ ધ્યાન આપવાની જરૂર જણાય. થોડા સમય પછી તમને કોઈ મોટી ખોટ વર્તાય શકે છે.

———-

મકર રાશિ –

પોઝિટિવ – તમે નવા પ્રોજેક્ટ્સ, નવી યોજનાઓ વિશે ઉત્સાહિત થઈ શકો છો. રોમેન્ટિક જીવન પણ ખૂબ જ સારું હોવાનું અપેક્ષિત છે. તમે મિત્રોની મદદ પણ મેળવી શકો છો.

નેગેટિવ – આ સમયે તમારા મૂડમાં વધઘટ થવાની સંભાવના છે. તમે નાની વસ્તુઓ પર ગુસ્સો કરશો. બાળકો તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ સમયે તમારી બધી યોજના બંધ થઈ શકે છે. તમારી જવાબદારીઓને પરિપૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

લકી કલર – લાલ

લકી નંબર – 5

લવ – આ સમયે તમને જે આઘાત લાગ્યો તેનો કોઈ ઉપાય નથી. પ્રેમ એ બધું જ નથી પરંતુ પ્રેમ માટે જીવન મહત્ત્વનું છે. આ પંક્તિને વારંવાર યાદ રાખો.

કરિયર – શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે આ ખૂબ જ સારો સમય છે. આ સમયે કામ સાથે વધારાના કોર્સ કરતા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક બની શકે છે.

હેલ્થ – શારીરિક આરોગ્ય તંદુરસ્ત રહેશે. સ્વભાવમાં તીવ્રતા જણાશે, તેથી વાણી પર સંયમ રાખવાની જરૂર છે. તમારી પ્રવૃત્તિઓ બદલાશે અને તમે મનોરંજન તરફ આગળ વધશો.

————

કુંભ રાશિ –

પોઝિટિવ – અત્યાર સુધી તમને એવું લાગ્યું હશે કે, નસીબ તમારા માટે કઠોર બની ગયું છે, હવે તમને નસીબનો સંપૂર્ણ લાભ મળશે. રોકાયેલા કાર્યો ત્વરિત થઈ જશે. બગડેલા કામ સુધરી જવલાની અપેક્ષા રાખી શખાય. વ્યવસાયિક રીતે આ સમય તમારા માટે સારો હોઈ શકે છે.

નેગેટિવ – વ્યવસાયિક જીવન સામાન્ય બનવાની અપેક્ષા છે. નસીબ તમારી સાથે હોઈ શકે છે. આર્થિક નુકશાન થવાના અણસાર હોવાથી રોકાણ વિચારીને કરવું. જોખમી ક્ષેત્રોમાં નાણાં રોકવા નહીં. ખર્ચમાં પણ વધારો થવાની સંભાવના છે. બાળકોની ચિંતા તમને સતાવી શકે છે.

લકી કલર – પીળો

લકી નંબર – 4

લવ – ઘરનું વાતાવરણ પણ સૌમ્ય રહેશે. પરિણિત નિઃસંતાન લોકો સંતાનપ્રાપ્તિની યોજના બનાવી શકે છે, સારા સમાચાર મેળવવા માટે તમારી પાસે મજબૂત સમય છે.

કરિયર – આર્થિક પાસું મજબૂત રહેશે. વ્યવસાયમાં કેટલાક ગેરફાયદા થઈ શકે છે. ઉપલા અધિકારીઓ તમારા કામથી સંતોષ અનુભવશે. નાણાકીય દ્રષ્ટિકોણથી પણ ફાયદા થશે.

હેલ્થ – માનસિક રૂપે ભાવનાત્મકતા આજે વધુ રહેશે. અનિચ્છનિય બનાવોથી તમે અસ્વસ્થ રહેશો. આજે શારીરિક સ્ફૂર્તિ લેવા માટેનો સમય નથી.

————

મીન રાશિ –

પોઝિટિવ – જે તકલીફો તમને મોટી લાગતી હતી તે એક ક્ષણમાં અદૃશ્ય થઈ શકે છે. આ સમયે તમે પણ તમારા વિરોધીને જીતી શકો છો. દાન કરવા તરફ તમારું વલણ પણ વધી શકે છે.

નેગેટિવ – નાણાકીય સ્થિતિમાં ઉતાર ચઢાવ તમારી ચિંતામાં વધારો કરી શકે છે. તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે. કૌટુંબિક જીવન પણ તકરારનું કારણ બની રહ્યું છે. આ સમયે, તમારા પ્રયત્નો સફળ નહીં થતાં થોડી નિરાશાજનક સ્થિતિ આવી શકે છે.

લકી કલર – સફેદ

લકી નંબર – 7

લવ – પ્રેમ માર્ગ પર ઉતાર ચઢાવ આવશે. જીવનમાં આવી રહેલી એકતાનો ભંગ કરવા માટે પણ આ ઉતાર ચઢાવ આવશ્યક છે. પ્રેમ અને જીવન સમજવા માટે આ સમય તમારા માટે ઉત્તમ છે.

કરિયર – કારકિર્દી સંબંધિત ક્ષેત્રો માટે પ્રગતિના અણસાર છે. તમારા નાણાકીય સ્તરને ઊંચો લાવવાનો સમય છે.

હેલ્થ – આરોગ્યમાં તમને ખૂબ રાહત મળશે. આ સમયે નહીં, પરંતુ તમે ચોક્કસપણે તમારા આરોગ્યમાં સુધારો જોશો, જે તમને રાહત અપાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here