ચોમાસું : રાજકોટમાં ધીમી ધારે, ગોંડલ પંથકમાં 4 ઇંચ, ગીરગઢડા અને ઉનામાં 2થી 2.5 ઇંચ વરસાદ, સોનરખ નદીમાં પૂર આવ્યું

0
32

જૂનાગઢ:રાજકોટમાં એક દિવસના વિરામ બાદ આજે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છેે. ગીર ગઢડા પંથકમાં વહેલી સવારથી જ વરસાદ મન મૂકીને વરસ્યો હતો. ગીર ગઢડા પાસે ફરેડા રોડ પરથી પસાર થતાં ઝરણાનું પાણી રોડ પર ફરી વળ્યું છે. જ્યારે મેંદરડામાં સતત ચોથા દિવસે એક કલાકમાં 2થી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લઈને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ગિરનાર પર ધોધમાર વરસાદ પડતાં સોનરખ નદીમાં પૂર આવ્યું હતું. આ સાથે જ ભારે વરસાદનાં પગલે દામોદર કુંડ પાસે એક ગાય પણ ફસાઈ હતી.જેને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ગોંડલ પંથકમાં 2થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

દીવમાં ધીમીધારે મેઘરાજાનું આગમન
ઉના સહિત ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. ઉનામાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉનાના સામતેર, સીલોજમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે જ દીવમાં પણ વહેલી સવારથી વરસાદનું આગમન થયુ હતું.જેથી દીવનું વાતાવરણ ખુશનુમા બન્યુ છે.

સાંગાવાડી નદીમાં નવા નિર આવ્યા
ગીર ગઢડાનાં હરમડિયામાંથી પસાર થતી સાંગાવાડી નદીમાં નવા નિર આવ્યા છે. સિઝનમાં ત્રીજી વખત સાંગાવાડી નદીમાં નવા નિરની આવક થઈ છે. ગીર ગઢડા અને ગીર વિસ્તારમાં ગઈકાલથી વરસી રહેલા વરસાદને લઈને સાંગાવડી નદી ફરી વહેતી થઈ છે.

ગોંડલ પંથકમાં સવારથી જ વરસાદ શરૂ
રાજકોટ જિલ્લાનાં ગોંડલ પંથકમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. શીવરાજગઢ, બંધિયા, શ્રીનાથગઢ, દેરડી(કુંભાજી) અને વસાવડા સહિતના અનેક ગામોમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે નવાગામ અને લીલાખામાં ચાર ઇંચ વરસાદ નોંધાતા સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.નવાગામ

નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
ગુરૂવારે રાત્રે સતત એકધારો વરસાદ શરૂ થયો હતો. જેને લઇ ફરી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મેંદરડા પંથકમાં એક જગ્યાએ બેથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ખેતરમાં કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સાંબેલાધાર વરસાદને લઈ મેંદરડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં જેમકે વડલી ચોક પાસે સોસાયટી વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતાં.

સૌરાષ્ટ્રમાં 42 ટકા વરસાદ પડ્યો

જિલ્લો- જળાશય- ટકા
ભાવનગર- શેત્રુંજી- 14.63%
રાજકોટ- ભાદર- 10.94%
જામનગર- ઊંડ-1- 10.4%
મોરબી- મચ્છુ-2- 26.5%
મોરબી- મચ્છુ-1- 24.31%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here