Friday, September 17, 2021
Homeજૂનાગઢ : નજીવી બાબતે મોટો ઝગડો, ૩ મહિલા ઘાયલ
Array

જૂનાગઢ : નજીવી બાબતે મોટો ઝગડો, ૩ મહિલા ઘાયલ

જૂનાગઢ શહેરમાં દાતાર રોડ ઉપર ગતરાત્રે બે પરિવાર વચ્ચે જુના મનદુ:ખમાં સામસામી મારામારી થતા ત્રણ મહિલા સહિત ચાર લોકોને ઈજાઓ થતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે અંગે બંને પક્ષેથી સામ સામી ફરિયાદો નોધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં કબ્રસ્તાન પાસે વાણંદ સોસાયટીમાં રહેતી દિલસાદબાનુ અબ્દુલ્લા શેખ ઉ.30, તેની માતા મિરજાબેન અને ગીતાબેન રાતે દસેક વાગ્યે ઘરે હતા ત્યારે અચાનક દાતાર રોડ ઉપર રહેતો સમીર શેરમહમદ મકરાણી, તેની માતા રસીદાબેન, પત્ની રૂબીના અને તેનો ભાઈ સલમાન ચારેય ઘરે ઘુસી આવ્યા હતા અને બહાર નીકળો કહીને લાકડીઓ વડે આડેધડ માર મારવા લાગતા દિલસાદબાનુ, મિરજાબેન અને ગીતાબેનને ઈજાઓ થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ પાછળ પાંચ વર્ષ પહેલા દિલસાદબાનુની સગાઈ સમીર સાથે નક્કી થવાની હતી પરંતુ સમીર દારૂ પીવાની ટેવવાળો અને કોઈ કામધંધો કરતો ન હોવાથી સગાઈ કરવાની ના પાડી દેતા તેના મનદુઃખમાં હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

જયારે સામે પક્ષેથી સમીર શેરમહમદ મકરાણી ગતરાતે ફેજલના ઘરે પાવડર લેવા ગયેલ ત્યારે ફેજલ, મિરજા, ગીતાબેન અને યાસીન ઉર્ફે કાળીયો નામના શખ્સોએ બોલાચાલી કરીને છરી, ફરશી વડે હુમલો કરીને ઈજાઓ કર્યાની ફરિયાદ એ ડીવીઝન પોલીસમાં નોધાવી છે. આમ બંન્ને પક્ષોની ફરીયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments