Wednesday, September 29, 2021
Homeજૂનાગઢ કૃષિ યુનિવર્સિટી : કૃષિ એન્જિનિયરીંગ અને ટેકનોલોજી કોલેજે રાષ્ટ્રીય કક્ષાએ 12માં...
Array

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી : કૃષિ એન્જિનિયરીંગ અને ટેકનોલોજી કોલેજે રાષ્ટ્રીય કક્ષાએ 12માં સ્થાન પ્રાપ્ત

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલી કૃષિ એન્જી. અને ટેકનોલોજી કોલેજના સંશોધન, શિક્ષણ સહિતની બાબત અંગે રાષ્ટ્રીય કક્ષાનું સર્વેક્ષણ થયું હતું. જેમાં કૃષિ એન્જી. અને ટેકનોલોજી કોલેજ દેશભરમાં 12 મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના સર્વેક્ષણ મુજબ વર્ષ – 2021 માં જીએચઆરડીસી સ્પર્ધાના સફળ રીવ્યુ રેન્કિંગ ઓફ ઈન્ડિયા ટોપ એન્જીનીયરીંગ કોલેજમાં સમગ્ર ભારતમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીએ 12 મું સ્થાન પ્રાપ્ત કરી નામ રોશન કર્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી મહાવિદ્યાલયને અને વિસ્તરણ પ્રવૃત્તિ ક્ષેત્રે થયેલા સર્વાંગી વિકાસને આભારી છે.

સીએસઆર –જીએચઆરડીસી દ્વારા યોજવામાં આવતું આ સર્વેક્ષણ સમગ્ર ભારતની એન્જીનીયરીંગ કોલેજોએ પ્રાપ્ત કરેલા ગુણો પરથી કરવામાં આવે છે. જેમાં કોલેજનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટી દ્વારા કરવામાં આવેલ સંશોધનો તેમજ સંશોધિત ટેકનોલોજીનું વિસ્તરણ, કન્સલટન્સી, ઈડીપી, અન્ય કાર્યક્રમો, એડમિશન, કોર્ષક્યુરીકુલમ, વિદ્યાર્થીઓએ શિક્ષણ-સાંસ્કૃતિક-રમતગમત જેવા ક્ષેત્રોમાં મેળવેલ સિદ્ધિઓ, ડીલીવરી સિસ્ટમ, જોબ પ્લેસમેન્ટ, યુએસપી, સામાજિક જવાબદારીઓ, નેટવર્કિંગ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરફેઈસ વગેરે પાસાઓને ધ્યાનમાં રાખી ગુણો આપવામાં આવે છે.

આ વિશિષ્ટ સિદ્ધિ મેળવવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાના સફળ નેતૃત્વ અને ઉત્કૃષ્ટ માર્ગદર્શન, કૃષિ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી મહાવિદ્યાલયના પ્રિન્સીપાલ અને ડીન ડો. એન. કે. ગોંટીયાના ઉત્તમ કાર્યક્ષમતા અને વિદ્યાશાખાના વિકાસ માટેના સતત પ્રયત્નો, યુનિવર્સીટી ઓથોરીટીના માર્ગદર્શન તેમજ વિદ્યાશાખાના ફેકલ્ટીની મહેનતને આભારી છે.

કૃષિ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી મહાવિદ્યાલયનો છેલ્લા દશ વર્ષમાં રાષ્ટ્રીયકક્ષાએ ક્રમાંક ઉપરોતર અગ્રીમતા પ્રાપ્ત કરી રહયો છે. જે આ વિદ્યાશાખાના શૈક્ષણિક, સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિ ક્ષેત્રે થયેલા સર્વાંગી વિકાસને આભારી હોવાનું જાણવા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments