જૂનાગઢઃ 21 જુલાઈના રોજ યોજાનારી જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ટિકિટ ફાળવણીને લઇને વિવાદ થયો છે. પ્રદેશ મોવડીએ મનમાની કરતા કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને શહેર કોંગ્રેસ પ્રમુખ વીનુ અમીપરા નારાજ છે. શહેર પ્રમુક વીનુ અમીપરાએ રાજીનામું આપ્યું છે.. એવા પણ સમાચાર છેકે ટિકિટ કપાવવાના કારણે અનેક કોંગ્રેસી ઉમેદવારો NCPમાં જોડાયા છે અને ફોર્મ ભર્યા છે.
એમ.કે. બ્લોચ ટિકિટ ફાળવણીના બદલામાં પૈસા માંગી રહ્યાં છે
મળતી માહિતી પ્રમાણે શહેર પ્રમુખ વીનુ અમીપરાએ મનપા ચૂંટણી માટે કેટલાક ઉમેદવારોના નામ સૂચવ્યા હતાં, પરંતુ તેમણે સૂચવેલા નામોની બાદબાકી કરવામાં આવી જેના કારણે તેઓ નારાજ થયા છે. બીજી તરફ પ્રદેશ મોવડીઓ મનમાની કરી રહ્યાં હોવાનો આક્ષેપ છે. એવા પણ આક્ષેપો છેકે કોંગ્રેસ મોવડી એમ.કે. બ્લોચ ટિકિટ ફાળવણીના બદલામાં પૈસા માંગી રહ્યાં છે. એનીસીપીમાંથી ઉમેદવારી નોંધાવનારા કોંગ્રેસના નગરસેવક અડ્રેમાન પંજાએ પૂર્વ મંત્રી અને અગ્રણી એમ.કે. બ્લોચ સામે 9 લાખ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.