જૂનાગઢ : વોર્ડ નં.8 ના નગરસેવકો મારો વોર્ડ સ્‍વચ્‍છ વોર્ડના સુત્રને સાર્થક કરવા કામગીરી શરૂ

0
4

વેરાવળ પાટણ પાલીકામાં શાસન સંભાળ્‍યા બાદ જોડીયા શહેરને સ્‍વચ્‍છ બનાવવા માટે દ્રઢ સંકલ્પ સાથે આગામી દિવસોમાં તે દિશામાં ટીમ વર્કથી કામ કરવાની જાહેરાત કરી હતી. જેના અનુકરણ મુજબ શાસનના પ્રથમ દિવસે જ વોર્ડ નં.8 ના નગરસેવક એવા પાલીકા પ્રમુખ પીયુષ ફોફંડી, બાદલ હુંબલ, પ્રહલાદ શામળા, હરેશ જેઠવા, કાર્યકર વિશાલ કાગડાએ મારો વોર્ડ સ્‍વચ્‍છ વોર્ડના સુત્રને સાર્થક કરવા કામગીરી શરૂ કરાવી છે.

તમામ સફાઇકર્મીઓનું સન્‍માન કરી મારો વોર્ડ સ્‍વચ્‍છ વોર્ડના સુત્રને સાર્થક કરી બતાવવા અપીલ કરી

ગઇકાલે ચારેય નગરસેવકોએ પાલીકાના સેનિટેશન વિભાગના અઘિકારી એચ.બી.હિરપરા, દિગંત દવે, પરેશ પરમાર સહિત વોર્ડ નં.8 ના 32 થી વઘુ સફાઇકર્મીઓ સાથે બેઠક કરી હતી. જેમાં નગરસેવકોએ તમામ સફાઇકર્મીઓનું સન્‍માન કરી મારો વોર્ડ સ્‍વચ્‍છ વોર્ડના સુત્રને સાર્થક કરી બતાવવા અપીલ કરી હતી. બેઠકમાં નગરસેવકોએ વોર્ડના મુકાદમો અને સફાઇ કર્મીઓને બે શીફટમાં કંઇ રીતે સફાઇ કામગીરી કરવી જેથી સમગ્ર વોર્ડમાં સફાઇ કાર્ય થઇ શકે તે અંગે જરૂરી માર્ગદર્શન સાથે સુચનો આપી હતી. જે તમામ સુચનોનો અમલ કરી વોર્ડ નં.8 ને કાયમી સ્‍વચ્‍છ રાખવા સફાઇકર્મીઓએ ખાત્રી આપી હતી.

વોર્ડમાં સફાય કાર્ય બાદની તસ્‍વીર
વોર્ડમાં સફાય કાર્ય બાદની તસ્‍વીર

તમામ વિસ્‍તારોમાં નિયમિત સફાઇ કાર્ય થતુ રહે તે માટે આયોજન કરાયું

આ પ્રસંગે વોર્ડ નં.8 ના નગરસેવક બાદલ હુંબલએ જણાવ્યું હતુ કે, અમારા વોર્ડમાં નિયમિત સફાઇ થાય અને કાયમી સ્‍વચ્‍છતા જોવા મળે તેવી અમારી પ્રાથમીકતા હોવાથી આજે પ્રજાહિત માટેના પ્રથમ કાર્ય માટે સફાઇ કરાવવાનું નકકી કર્યું હતુ. તેના માટે જ આજે સફાઇકર્મીઓનું સન્‍માન કરી માર્ગદર્શન આપ્યું છે. આગામી દિવસોમાં વોર્ડ નં.8 ના તમામ વિસ્‍તારોમાં નિયમિત સફાઇ કાર્ય થતુ રહે તે માટે આયોજન કરાયું છે. તે મુજબ સફાઇ કામગીરી કરાવીશુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here