દાહોદ : સગીર યુવકની ગેરકાયદે અટક કરનાર જૂનાગઢના DySP જે.બી.ગઢવીને કેદની સજા

0
13

સગીરને મારમારવાના મામલે કોર્ટે જૂનાગઢ ખાતે DySP તરીકે ફરજ બજાવી રહેલા જે.બી.ગઢવીને ત્રણ વર્ષની સજા ફટકારી છે. મામલો વર્ષ 2006નો છે, જેમાં તેમણે PSI તરીકે ફરજ દરમિયાન એક સગીરની ગેરકાયદે રીતે અટકાયત કરી હતી. માર માર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપવના કેસમાં તત્કાલિક પીએસઆઇ અને હાલ જૂનાગઢના DySP જે.બી.ગઢવીને કોર્ટે કેદની સજા ફટકારતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

કેસની વિગત જોઈએ તો 13મી ડિસેમ્બર, 2006ના રોજ દેવગઢ બારીયાના તત્કાલિન પીએસઆઈ ગઢવીએ બૈણા ગામના એક યુવક સરજનકુમાર પસાયાની ગેરકાયદે રીતે અટકાયત કરી હતી. જે બાદમાં યુવકને દંડાથી માર મારવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ યુવક સગીર હોવાનું માલુમ પડ્યું હતું.

આ બનાવ બાદ સગીરે દેવગઢ બારીયા કોર્ટમાં આ મામલે ફરિયાદ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આઈપીસીની કલમ 323 અને 324 હેઠળ અલગ અલગ સજા ફટકારી કુલ ત્રણ વર્ષની સજા તેજ દંડ ફટકાર્યો છે. ડીવાયએસપી કક્ષાના અધિકારીને સજા થઈ હોવાની વાત સામે આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here