- Advertisement -
જૂનાગઢ મહાનગર પાલિકા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. ભાજપ, કોગ્રેસ બાદ હવે એનસીપી જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઝંપલાવશે. એનસીપી ભાજર-કોંગ્રેસના અસંતુષ્ટ કાર્યકરોને ટિકિટ આપશે. આજે એનસીપી પોતાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરશે. જૂનાગઢ પાલિકાના કુલ 15 વોર્ડની 60 બેઠકો છે જેમાં હાલ ભાજપ પાસે 44 અને કોંગ્રેસ પાસે 16 બેઠક છે. જૂનાગઢ મનપાની ચૂંટણી 21 જૂલાઇએ યોજાશે જેને લઇ ભાજપ પુનરાવર્તન માટે એડીચોરીનું જોર લગાવી રહ્યું છે. તો કોંગ્રેસ પરિવર્તન માટે કવાયત કરી રહ્યું છે. ભાજપે જૂનાગઢ મનપા ચૂંટણી માટે મહેન્દ્ર મશરૂ અને કોંગ્રેશે ભીખા જોશીને મેદાનમાં ઉતાર્યા છે.