Tuesday, April 16, 2024
Homeજૂનાગઢ : કોર્પોરેશન ચૂંટણીનું મતદાન શરૂ, બે કલાકમાં 8.77 ટકા મતદાન, રેશ્મા...
Array

જૂનાગઢ : કોર્પોરેશન ચૂંટણીનું મતદાન શરૂ, બે કલાકમાં 8.77 ટકા મતદાન, રેશ્મા પટેલનો વિરોધ થતા પોલીસ સાથે બોલાચાલી થઇ

- Advertisement -

જૂનાગઢ: જૂનાગઢ કોર્પોરેશનની આજે ચૂંટણી છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. પરંતુ ભારે વરસાદને કારણે મતદાન મથકો પર લોકોની પાંખી સંખ્યા જોવા મળી રહી છે. મતદાનમાં વરસાદ વિઘ્ન બની રહેતા ઓછું મતદાન થાય તેવી શક્યતા છે. પહેલી બે કલાકમાં 8.77 ટકા જ મતદાન નોંધાયું છે. જાંજરડા મતદાન મથક પર મતદાન કરવા આવેલા એનસીપી નેતા રેશ્મા પટેલનો લોકો દ્વારા વિરોધ કરાયો હતો. આથી લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી.

14 વોર્ડમાં 277 મતદાન મથક પર 2,22,429 મતદારો મતદાન કરશે

14 વોર્ડોમાં વસતા 2,22,429 જૂનાગઢવાસીઓ 277 મતદાન મથકો પર જઇ પોતપોતાનો સેવક ચૂંટી કાઢવા મતદાન કરી રહ્યા છે. જો કે, 15,595 મતદારો મત આપવા નહીં જાય તેવું જાણવા મળ્યું છે. વોર્ડ નં. 3નાં આ મતદારો હવે પછી આવનાર અહીંની 1 બેઠક માટેની પેટા ચૂંટણીમાં મતદાન કરશે. કારણ કે અહીં 3 બેઠકો બિન હરીફ થઇ ગઇ છે. જ્યારે 1 બેઠક માટેના એકમાત્ર ઉમેદવારનું ફોર્મ રદ થયું હોવાથી તેની પેટા ચૂંટણી યોજાશે.

જૂનાગઢમાં 92 સેવા મતદારો છે

આ ચૂંટણીમાં સૌથી વધુ મતદારો વોર્ડ નં. 11 માં 20,215 છે. આ વોર્ડમાં સૌથી વધુ 25 બુથ છે. જ્યારે સૌથી ઓછા મતદારો વોર્ડ નં. 12 માં 12,283 છે. અહીં સ્વાભાવિકપણે જ સૌથી ઓછા 15 બુથ છે. આખા જૂનાગઢમાં 92 સેવા મતદારો છે. જે પૈકી સૌથી વધુ વોર્ડ નં. 13માં 15 આ પ્રકારનાં મતદારો છે. જૂનાગઢમાં આ 92 પૈકી 2 મહિલા સેવા મતદારો પણ છે. જે વોર્ડ નં. 6માં નોંધાયેલા છે. લશ્કરી અને અર્ધલશ્કરી દળોમાં ફરજ બજાવતા આ લોકોનું મતદાન જો કે થઇ ચૂક્યું છે.

પસંદગી બદલવા માંગતા હોય તો દબાવેલ બટન ફરી દબાવી પસંદગી રદ કરો

પ્રત્યેક વોર્ડમાં દરેક મતદારે વધુમાં વધુ 4 મત આપવાનાં રહેશે. ઉમેદવાર સામેનું બટન દબાવ્યા પછી છેલ્લી પીળા રંગનું રજીસ્ટ્રર બટન દબાવવાથી મત નોંધાશે. કોઇપણ ઉમેદવારને મત આપવા ન માંગતા હો તો નોટાનો ઉપયોગ કરી શકાશે. પરંતુ મત આપ્યા પછી ઉમેદવારની પસંદગી બદલવા માંગતા હો તો તે દબાવેલ બટન ફરી વખત દબાવી પસંદગી રદ કરી કાશે અને નવેસરથી પસંદગી કરી શકાશે. આ પસંદગી રદ પ્રક્રિયા રજીસ્ટ્રર અંગેનું પીળુ બટન દબાવ્યા પહેલાં કરી શકાશે.

9 DYSP, 18 PI, 105 PSI સહિત 1800 પોલીસ જવાન ખડેપગે

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કોઇ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મનપાની ચૂંટણી ધ્યાને લઇને રેન્જના આઇજીપી સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા 9 ડીવાયએસપી, 18 પીઆઇ, 105 પીએસઆઇ, 1300 પોલીસ જવાનો તેમજ એસઆરપીની 5 કંપની સહિત કુલ 1800 જવાનો બંદોબસ્તમાં ગોઠવાય ગયા છે. દરેક મતદાન મથક પર પૂરતા પ્રમાણમાં પોલીસ હોમગાર્ડ તથા મહિલા પોલીસ તૈનાત કરી બુથ બહાર પણ હથિયારધારી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં આશરે 45 જેટલા પોઇન્ટ ગોઠવી પોઇન્ટ પર પીએસઆઇ સહિતની 14 ટીમો રાઉન્ડ ધ કલાકે રાત દિવસ ફરજ બજાવશે. તેમજ વોટ્સઅપ મેસેજથી બુથ પર નજર રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular